એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે, એસટી કર્મચારી મહામંડળ અમદાવાદના સ્વ. પ્રમુખ સતુભા ગોહિલની માસિક પુણ્યતિથિ નિમિત્તે એસટી કર્મચારી મહામંડળ અમદાવાદની સુચના મુજબ એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા તારીખ ૨૯-૧૨-૨૦૨૧ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં જૂનાગઢ વિભાગના તમામ યુનિટ અને ડેપો ઉપરથી કર્મચારી મંડળના હોદ્દેદારો, આગેવાનો અને સભ્યો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવેલ હતું. તે તમામનો કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. સૌપ્રથમ તો આ રક્તદાન કેમ્પમાં પોતાના બહુમૂલ્ય રક્તનું રક્તદાન કરનાર કુલ ૧૦૧ સભ્યોને કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ વતી ખૂબ ખૂબ અભિનંદન તથા સાથે કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરમાં જે રકતદાતાઓએ બ્લડ ડોનેટ કરેલ તેમને નાળિયેર પાણી, કોફી, ચા તથા હળવો નાસ્તો આપનાર અવલ સુરક્ષા નિરીક્ષક વી.એલ. ચોૈધરી એસટી જૂનાગઢ, કૃષ્ણકુમાર વીરડા જૂનાગઢ ડેપો, રાજાભાઈ ચાવડા જૂનાગઢ ડેપો, મિથુનભાઈ નિમાવત જૂનાગઢ ડેપો, મનિષાબેન તથા દક્ષાબેન ગરચર તેમજ મિણીબેન કરમટા જૂનાગઢ ડેપો દરેકનો આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરેલ છે. આ કાર્યક્રમ માટે સિવિલ હોસ્પિટલ ખાતેથી મદદ કરનાર હોસ્પિટલના સ્ટાફ તથા મધુર સોશ્યલ ગ્રુપ જૂનાગઢના પ્રમુખ અને કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગના માજી ઉપપ્રમુખ સલીમભાઈ ગુજરાતીનો પણ આ તકે ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગના પ્રમુખ ગભરૂભાઈ લાલુ તેમજ જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર વી.એલ. ચૌધરી દ્વારા પણ આ કાર્યક્રમની સફળતામાં પોતાનું યોગદાન આપેલ છે ત્યારે તેઓનો પણ કર્મચારી મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો. જૂનાગઢ વિભાગના જુદા જુદા ડેપો ખાતેથી આવેલ બહોળી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવું છું કે, કુલ ૧૦૧ યુનિટ બ્લડ એકત્રિત થયા બાદ સ્ટોરેજ કેપેસિટી ન હોવાને કારણે અંદાજે ૪૦ થી ૫૦ કર્મચારીઓને આપણે બ્લડ આપવાની ના પાડવી પડેલ હતી. તેઓ બહોળો પ્રતિસાદ આપણા આ કાર્યક્રમને મળેલ હતો જેનો ગર્વ અનુભવું છું. આપણી આ લાગણીની નોંધ મહામંડળના મહામંત્રી તથા આગેવાનો દ્વારા લઇ તેઓ દ્વારા પણ વિભાગના કામદારોનો આભાર વ્યક્ત કરેલ છે. વિશેષમાં આ કાર્યક્રમમાં જૂનાગઢ ડેપોના મહિલા કંડકટર રમાબેન કચોટ તથા મોનાબેન સોલંકી દ્વારા પણ પોતાનું રક્તદાન કરી એક આગવું ઉદાહરણ પુરૂ પાડેલ છે. ત્યારે તેઓનો પણ કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ ડેપોની કર્મચારી મંડળની ટીમ દ્વારા જે સેવા આપેલ છે તેને બિરદાવતા શબ્દો તૂટે છે ત્યારે આ તકે ખાસ જૂનાગઢ ડેપોની સમગ્ર ટીમને તથા તમામ આગેવાનોને દિલથી અભિનંદન આપી દરેકનો અંતઃકરણ પૂર્વક આભાર દીલીપભાઈ રવિયાએ વ્યકત કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews