જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉંચકાતા આરોગ્ય તંત્રની તડામાર તૈયારીઓ

0

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહયો છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ છેલ્લા સપ્તાહથી પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૪૦ દિવસમાં કોરોનાના માત્ર ૭ કેસો હતાં. પરંતુ ત્યારબાદ માત્ર ૭ દિવસમાં જ કોરોનાના ૧૪ કેસ નોંધાયા છે. તેની સામે જીલ્લા આરોગ્ય વિભાગે સારવાર સહીતની તમામ તૈયારીઓ કરી લીધી છે.જૂનાગઢ જીલ્લામાં છેલ્લા સાતેક દિવસથી કોરોનાના ૧૪ જેટલા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. હાલ જૂનાગઢ જીલ્લામાં ૬ કન્ટેઈનમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં ર૦ વ્યકિતઓ આઈસોલેટેડ છે. નવેમ્બર મહીનાના બીજા સપ્તાહથી ડીસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી નોમીનલ કેસ નોંધાયા હતાં. પરંતુ છેલ્લા ૭ દિવસમાં કેસોની સંખ્યા ડબલ થયેલ છે. મોટેભાગે જીલ્લામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના, માંગરોળ અને વંથલી તાલુકામાં જ પોઝીટીવ કેસો નોંધાયા છે. અન્ય તાલુકાઓમાં ઝીરો કેસ છે.અત્યાર સુધીમાં જૂનાગઢ જીલ્લામાં ૮ લાખથી વધુ લોકોનું ટેસ્ટીંગ થઈ ચુકયું છે. જેમાં સિવીલ હોસ્પીટલ ખાતે પ્રથમ અને દ્રીતીય લહેર દરમ્યાન ૪.૪૧ લાખ લોકોનું ટેસ્ટીંગ કરાયું હતું. અને ૩૮૦૦ દર્દીઓને સાજા કરીને રજા આપવામાં આવી હતી. વેકસીનેશનની વાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં ગ્રામ્ય લેવલે ૧૦૭૮ર૪૬ વ્યકિતઓએ પ્રથમ ડોઝ અને ૧૧ર૬પ૬૮ વ્યકિતઓએ બીજાે ડોઝ લઈ લીધો છે. જયારે મનપા વિસ્તારમાં ર૬ર૪૬૬ વ્યકિતઓએ પ્રથમ ડોઝ અને ર૬૦૮૮ર વ્યકિતઓએ બીજાે ડોઝ લઈ લીધો છે. સમગ્ર ગુજરાત રાજયમાં જૂનાગઢ જીલ્લો વેકસીનેશનમાં પ્રથમ નંબરે આવેલ છે. જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં વધારો થતા જીલ્લામાં ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. રોજનાં ૧૪૦૦ ટેસ્ટના લક્ષયાંક સામે હાલ રોજ ર૦૦૦ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહયા છે. હાલ મેડીસીન સહીતની તમામ જરૂરી દવાઓનો સ્ટોરેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ૧પ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેકસીનેશન માટે ડેટા મેળવી લેવાયો છે. જયારે ૯ તાલુકા મથકોએ પીડીયાટ્રીક વોર્ડ, ૪પ૦થી વધુ બેડ ઉભા કરી લેવામાં આવ્યા છે. ઓકસીજન પ્લાન્ટ અને ફાયર સેફટી પ્લાન્ટનું ઓડીટ મોનીટરીંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં સુપ્રીન્ટેન્ડન્ટ  ડો. સુશીલકુમારે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર સામે સિવીલ હોસ્પીટલમાં ૧૦૮૧ ઓકસીજન બેડ, ૩૪૮ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે. સાથે રપ૦૦ની કેપેસીટી ધરાવતા ત્રણ ઓકસીજન પ્લાન્ટ છે જેમાં ર૪ હજાર લીટર ઓકસીજન સ્ટોરેજની કેપેસીટી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!