જીએસટી દર વધારાના વિરોધમાં જૂનાગઢમાં કાપડ બજાર સજજડ બંધ

0

કાપડ ઉપર જીએસટી દર વધારવાના વિરોધમાં જૂનાગઢનાં વેપારીઓ આજે તા. ૩૦મીએ અડધો દિવસ બંધ પાળીને તેમજ આવતીકાલ તા. ૩૧ ડીસેમ્બરનાં રોજ સાંજે બ્લેક આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧-૧-ર૦રરથી ભારત સરકાર દ્વારા કપડા ઉપર જીએસટી દર પ ટકાને બદલે ૧ર ટકા કરવામાં આવી રહયો છે તેનો વિરોધ કરવા માટે આજરોજ ભારતભરના કાપડનાં વેપારીઓ બંધ મારફત વિરોધ કરી રહયા છે તે અનુસંધાનમાં જૂનાગઢનાં કાપડનાં વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખીને વિરોધ કરેલ હતો. તેમજ આવતીકાલ તા. ૩૧-૧ર-ર૧નાં રોજ સાંજે ૭ વાગ્યે માંગનાથ રોડ ઉપર બ્લેક આઉટનો કાર્યક્રમ રાખી સુત્રોચ્ચાર કરશે. જે દેશની ૮પ ટકાથી વધુ પ્રજા એક હજાર રૂપિયાની અંદરના કપડા પહેરે છે તે દેશનાં લોકો ઉપર આકરો વધારો કમરતોડ પડશે. કાપડ મોંઘુ બનશે અને મોંધવારી વધારે વધશે તેમ જૂનાગઢ કલોથ એન્ડ રેડીમેઈડ એસો.નાં પ્રમુખ ભુપેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!