જૂનાગઢ સહિત સોરઠમાં ૭.ર કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો, જનજીવન પ્રભાવિત

0

ડિસેમ્બર મહિનો અંતિમ ચરણમાં ચાલી રહયો છે અને ફકત ૪૮ કલાક નવા વર્ષને બાકી છે ત્યારે છેલ્લા એક અઠવાડીયા થયા સૌરાષ્ટ્ર – કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી તેમજ ઝાકળ વર્ષા, માવઠું જેવા કારણસર અતિશય ઠાર પડી રહયો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમ્યાન માવઠાની આગાહી વચ્ચે કયાંક વરસાદ પડયો હતો. જાે કે હવે આજ સવારથી માવઠું ઓસરી ગયું છે પરંતુ ઝાકળ સાથે ઠાર યથાવત રહયો છે. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૮.૧ ડીગ્રી રહયા બાદ આજે સવારે પારો ર.૭ ડીગ્રી નીચે ઉતરીને ૧પ.૪ ડીગ્રી થયો હતો જેના કારણે ઠંડી વધી છે. ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહયું છે જયારે સવારથી જ ૭.ર કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા બર્ફીલું વાતાવરણ રહયું છે. આ સાથે જ ગિરનાર પર્વત ખાતે ૧૦.૪ ડીગ્રી તાપમાન રહયું છે. વિશેષમાં ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા આજે પણ બંધ રાખવામાં આવી હતી એટલું જ નહી ગિરનાર ક્ષેત્રમાં આવેલા પ્રવાસીઓને પગપાળા અંબાજી માતાજીનાં મંદિર સુધીનાં પગથીયા ચડવામાં પણ ભારે પવનને કારણે તકલીફ પડતી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!