થર્ટી ફર્સ્ટને લઈને જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ચૂસ્ત અને કડક બંદોબસ્ત  તૈનાત

0

ર૦ર૧નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે અને આજનાં દિવસને થર્ટી ફર્સ્ટ પણ કહેવામાં આવે છે. વર્ષનો અંતિમ દિવસ અને નવા વર્ષનાં આગમનને વધાવવા માટે કાર્યક્રમો પણ થતા હોય છે. યુવા વર્ગ દ્વારા મોટા શહેરોમાં તો પાર્ટીનાં પણ આયોજન થતા હોય છે. પરંતુ આ વર્ષે પણ ઓમિક્રોનનાં ખતરા વચ્ચે સાવચેતીનાં પગલા લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ૩૧મી ડીસેમ્બરના તહેવારને લઈને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરી, તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ જ છે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને અને તાજેતરમાં ૩૧મી ડિસેમ્બરનો તહેવાર આવતો હોય, લોકો ઉજવણીના નામે રોડ ઉપર, પાર્ટી પ્લોટમાં, ફાર્મ હાઉસ ખાતે એકઠા થઈને સંક્રમણ ફેલાવાની શક્યતા હોય, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સાંજના સમયે જૂનાગઢ શહેર તેમજ તાલુકાના જુદા-જુદા પોઇન્ટની ઉપર વાહન ચેકિંગ હાથ ધરી, દારૂ પીને વાહન ચલાવતાં ઈસમ તેમજ આરોપીઓને પકડવા માટે ખાસ વાહન ચેકિંગ હાથ ધરવા માટે સૂચના કરવામાં આવેલ છે તેમજ જિલ્લાના તમામ થાણા અમલદારોએ પોતાના વિસ્તારમાં પ્રોહીબીશનની બદી સાથે સંકળાયેલા દેશી તથા વિદેશી દારૂના બુટલેગરોને અવારનવાર ચેક કરી, તેઓ ઉપર કેસ કરવા માટે પણ ખાસ સુચના કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝન ડીવાયએસપી જે.બી. ગઢવી તથા માંગરોળ ડિવિઝન ડીવાયએસપી જે.ડી. પુરોહિતના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી દેશી તથા વિદેશી દારૂના બુટલેગર ઉપર તમામ થાણા અમલદારો દ્વારા અવારનવાર રેઈડો કરી, દેશી તેમજ વિદેશી દારૂના કેસો શોધી કાઢવામાં આવેલ છે. ઉપરાંત, વાહન ચેકિંગ દરમ્યાન ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, વાહન ચાલકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોય, જ્યારે જ્યારે જુદા જુદા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે ત્યારે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, દારૂ પીને વાહન ચલાવતા ઈસમોને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત, શહેર વિસ્તારમાં હોટલ તથા ધાબા ચેક કરી, કોઈપણ વ્યક્તિઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હશે, તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના મેંદરડા, સાસણ, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના બીજા વિસ્તારોમાં આવેલ ફાર્મ હાઉસ ઉપર પણ ખાસ વોચ તથા ચેકીંગ હાથ ધરવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જિલ્લાની શરૂ થતી અને પુરી થતી હદ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ ખાસ ચેકપોસ્ટ ઉભી કરી, આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરી, નશાખોરને પકડી પાડવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણના કારણે લોકોને ૩૧મી ડિસેમ્બરના રોજ કોઈ સમૂહમાં એકત્રિત થઈ, કાયદાનો ભંગ નહિ કરવા તેમજ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!