વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા  ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ કપડા સહિતના રૂા.૪,૦૦૦ની કિંમતનો થેલો શોધી કાઢતી પોલીસ

0

ભૂમીરાજસીંહ જયુભા જાડેજા જામનગર જીલ્લાના કાલાવાડ ખાતે રહેતા હોય અને તા.૨૦-૧-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે આવેલ હોય, તેમના કપડા, ઇલે. ગેઝેટ્‌સ, ડોક્યુમેન્ટ સહિત કુલ રૂા.૪,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમનો મીત્ર વ્યથિત થઈ ગયેલ હતા. ભૂમીરાજસિંહ દ્વાારા આ બાબતની જાણ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. અશોકભાઇ રામ, સોમાતસિંહ કાગડા, પાયલબેન વકાતર, એન્જી. પાયલબેન સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ભૂમીરાજસિંહ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભૂમીરાજસિંહ પી.ટી.સી. ગ્રાઉન્ડથી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા ઉપરકોટ સુધી સીસીટીવી કેમેરામાં નજરે પડેલ. સીસીટીવી કેમેરામાં ભૂમીરાજસિંહ ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનું ધ્યાને આવેલ. સીસીટીવી ફૂટેજ દ્વારા તે ઓટો રીક્ષાનો નંબર જીજે-૦૬-એયુ-૭૮૮૩ શોધી કાઢવામાં આવેલ હતો. તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક નોરડા હનીફભાઇ કાસમભાઇ હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. રીક્ષા ચાલકને નેત્રમ શાખા દ્વારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનું ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે ? તે તેમને માલુમ ના હતું. જૂનાગઢ પોલીસ દ્વારા ભૂમીરાજસિંહનો રૂા.૪,૦૦૦/-ની કિંમતનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિસલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ભૂમીરાજસિંહે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ભૂમીરજસિંહનો રૂા.૪,૦૦૦/-ની કિંમતના સામાનનો ગુમ થયેલ થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!