જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા જૂનાગઢનાં એક બુટલેગર સામે પાસાની દરખાસ્ત મંજુર કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે પાસાનું વોરન્ટ બજાવી બુટલેગરને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જાેષીપરાનાં પ્રોહીબીશન ગુનાનાં બુટલેગર મેરામણ ઉર્ફે મેરો રાણાભાઈ મોરી રબારી રહે. પાદરીયા ગામ, સોમનાથ સોસાયટીવાળા સામે જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા પાસાની દરખાસ્ત મંજુર કરાતાં પોલીસે મેરામણ ઉર્ફે મેરો રાણાભાઈ મોરીને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડ. વાળા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, રાજેશ્રી દિવરાણીયા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews