જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે રહેતા અને જૂનાગઢ શહેરના બીલખા રોડ ઉપર સર્કિટ હાઉસ સામે દુકાન ધરાવતા અને નિવૃત જીવન જીવતા ૮૦ વર્ષીય સિનિયર સીટીઝન ધીરજલાલ ગોકલભાઈ પરમારએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે પોતાના રીટાયર્ડમેન્ટ દરમ્યાન ખર્ચ માટે ભાડાની આવક થાય તેવા હેતુથી, એકાદ વર્ષ પહેલા પોતાની દુકાન રૂા.૪,૦૦૦/- ના ભાડે ભાડુઆત ઋષિકેશભાઈ મર્થકને આપી હતી. ત્રણ-ચાર મહિના પહેલા પોતાને દુકાનની જરૂરિયાત પડતા, દુકાન ખાલી કરવાનું કહેતા, ભાડું આપવાનું પણ સાવ બંધ કરી દીધુ હતું. દુકાન ખાલી કરવા જણાવતા, ભાડુઆત દ્વારા માથાભારે શખ્સોને દુકાન ભાડે આપી, માથાભારે શખ્સો દ્વારા તારે જાવું હોય ત્યાં જા, દુકાન ખાલી કરવાની નથી, તેવું જણાવી ભાડુઆત દ્વારા દુકાન પચાવી પાડવાની પેરવી કરતા અને છેલ્લા ઘણા સમયથી ભાડું પણ ના આપતા હતા. ગામડાના ખેડૂત અને વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોય, પોતાને પોતાની દુકાન ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સામાન કમાણીમાંથી ખરીદ કરેલ દુકાન પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, સ્ટાફના હે.કો. માલદેભાઈ, ભનુભાઈ, ખીમાણદભાઈ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે પ્રથમ ભાડે રાખી, ખાલી નહીં કરેલ ઋષિકેશ મર્થક તેમજ પેટા ભાડુઆત માથાભારે વ્યક્તિ કે જેઓ બને દ્વારા દુકાન ઉપર બળજબરીથી કબ્જાે કરેલ, તેઓ બંને ભાડુઆત ઉપર લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરાવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત ઋષિકેશ મર્થક, અરજદાર ધીરજલાલ પરમારની દુકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને દુકાન ખાલી કરી, દુકાનની ચાવી સોંપી આપેલ હતી. વિજાપુર ગામડાના વતની એવા વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના મકાન યોગ્ય વ્યક્તિને ભાડે આપવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન દુકાનનો કબ્જાે પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન દુકાન હાથમાંથી જતી રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. સિનિયર સીટીઝન અરજદાર દ્વારા ભૂતકાળમાં પણ દુકાન પરત આપવા આજીજી કરેલ હતી, પરંતુ ભાડુઆત દ્વારા ધમકીઓ આપી, પાછા પાડી દેતો હતો. પરંતુ, આ વખતે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પોલીસનું અસલ રૂપ દેખાડી દેતા, માથાભારે ભાડુઆત સાનમાં સમજી ગયો હતો અને દુકાનમાલિકને ચાવી આપી, દુકાન પરત આપવા સહમત થયો હતો…!!! જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાની દુકાનનો કબ્જાે પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews