તાજેતરમાં રાજકોટ ખાતેથી ભવનાથ ખાતે દર્શન કરવાના બહાને લાવી, પોતાની પત્ની ઊર્મિલા ડ્ઢ/ર્ ભુપતભાઈ સોલંકી(દેવી પૂજક)(ઉ.વ.૨૪) રહે. માનસરોવર પાર્ક રાજકોટનું ખૂન કરનાર રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં રહેતા બુટલેગર આરોપી મનસુખ ટીનો ચનાભાઈ જાદવ (કોળી) ઉ.વ.૩૧, રહે પીથડભાઈ સોસાયટી, શેરી નં.૨, માંડા ડુંગર, રાજકોટની ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભવનાથ જંગલમાં થયેલ યુવતીના ખૂનના ગુન્હાની તપાસમાં આરોપીની સઘન પૂછપરછ કરી, પુરાવાઓ એકત્રિત કરવા સૂચના કરવામાં આવેલ. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, ભવનાથ પીએસઆઇ મહિપતસિંહ ચુડાસમા તથા સ્ટાફના હે.કો.યુસુફભાઈ, રામદેભાઈ, ભીમાભાઈ, રાજુભાઇ, કરશનભાઇ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી મનસુખ ટીનો ચનાભાઈ જાદવ(કોળી)ની સઘન ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા, આરોપી મનસુખ મરણ જનાર ઊર્મિલાબેન સાથે ચાર-પાંચ વર્ષથી લગ્ન કર્યા વગર પતિ-પત્ની તરીકે રહેતા હતા. આરોપી મનસુખ મરણ જનાર ઊર્મિલા સાથે રહેતો હતો, પરંતુ લગ્ન કરવા માંગતો ના હતો. જેના કારણે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. જે અન્વયે મરણ જનાર ઊર્મિલાએ મહિલા પોલીસ સ્ટેશન અને આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મનસુખ વિરૂદ્ધ ભૂતકાળમાં અરજી ફરિયાદો કરેલ હતી અને સમાધાન કરવામાં આવેલા હતા. મરણ જનાર ઊર્મિલા સાથે આરોપી મનસુખ ઉર્ફે ટીનાને અવાર-નવાર ઝઘડાઓ થતા અને ઝઘડાઓ દરમ્યાન મરણ જનાર-અવાર નવાર બળાત્કારના કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોવાથી, ઊર્મિલાને મારી નાખી, છુટકારો મેળવવાનું અગાઉથી જ નક્કી કરી નાખેલ હતું. જે માટે પોતાના ઘરેથી જ આયોજન કરી, બંનેના મોબાઈલ ફોન ઘરે જ રાખી દીધા હતા. ઊર્મિલાને મારવા મોકો મળે એટલે મારવા માટે છરી પણ રાજકોટથી જ સાથે લઈ લીધી હતી. ભવનાથના જંગલ વિસ્તારમાં ખૂન કરવામાં આવે તો, લાશને જનાવર ફાડી ખાય તો, પોલીસને પુરાવા ના મળે, એ માટે અને લાશ મળે તો ઓળખ પણ ના થાય, એવું વિચારી, ઊર્મિલાને જંગલમાં અવાવરૂ જગ્યાએ જ્યાં કોઈ જતા ના હોય તેવી જગ્યાએ ખૂન કરવામાં આવેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી. જૂનાગઢ એસટી બસમાં આવી, એસટી ખાતેથી ભવનાથ ખાતે કોઈ વાહનનો પણ ઉપયોગ કરવામાં આવેલ ના હતો, જેથી પુરાવાઓ ઉભા ના થાય. આમ આરોપી મનસુખ ઉર્ફે ટીનો ગુન્હાહિત માનસ ધરાવતો હોય, નહીં પકડાવા માટે કોઈ પુરાવાઓ છોડલ ના હતા, પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી, સીસીટીવી કેમેરા, ભૂતકાળની અરજીઓ, નિવેદનો સહિતના સાંયોગિક પુરાવાઓ મેળવી, આરોપીને કાયદાનો ગાળિયો પહેરાવવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂદ્ધ રાજકોટ શહેરમાં પાંચ જેટલા પ્રોહીબિશન વિદેશી દારૂના ગુન્હાઓ નોંધાયેલ હોય, પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ હોય, શાંતીર ગુન્હેગાર હોય, લાશ જંગલમાંથી કોઈને મળે નહીં અને મળે તો, જનાવર ખાઈ ગયા બાદ ઊર્મિલાની ઓળખ થાય નહીં, એ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવેલ હતા. પરંતુ, ગુન્હેગાર ગમે તેટલો શાંતિર હોય, કોઈના કોઈ તો પુરાવાઓ છોડી જ જાય છે, એ સિદ્ધાંત ઉપર જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી, પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ કરી, કાયદાનો સકંજાે કસી, પુરાવાઓ એકત્રિત કરી, સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં ખૂનના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી, વિવિધ મુદ્દાઓ સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મહિપતસિંહ ચુડાસમા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews