સોશ્યલ મીડીયામાં ફેમસ થવા સીનારીયો કરવા જતાં યુવાનને હથિયાર સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

0

સોશ્યલ મીડીયામાં ફેમસ થવા એક યુવક દ્વારા જાહેરમાં ખુલ્લુ હથિયાર રાખી બુલેટ ચલાવતો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર  રટ્ઠજિરઙ્ઘટ્ઠકઙ્ઘટ્ઠ૧૦૦ નામની આઈડી ઉપર અપલોડ કરવામાં આવેલ જે યુવકને તાત્કાલીક પકડી પાડવા ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી દ્વારા સુચના કરાતા ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરતા આ વિડીયો વાયરલ થયેલ શખ્સનંુ નામ હર્ષ મનસુખભાઈ દાફડા (રહે. મેઘાણીનગર, જૂનાગઢ) હોવાનું જાણવા મળતા આ શખ્સ રીલાયન્સ મોલ સામે આવેલ રાજલક્ષમી પાર્ક સોસાયટીનાં જાહેર રોડ ઉપર હથિયાર સાથે ઉભો હોવાની બાતમીનાં આધારે યુવક મળી આવતા તેની અંગજડતી કરતા તેનાં પેન્ટનાં નેફામાંથી હથિયાર મળી આવેલ હતું. જે હથિયાર બાબતે પુછપરછ કરતા જણાવેલ કે આ હથિયાર તેના પિતા મનસુખભાઈનું લાયસન્સવાળુ હોવાનું જણાવેલ હતું. આમ પોતાનાં પિતાએ પોતાનાં દિકરાને પોતાનું લાયસન્સવાળુ હથીયાર આપી તેમજ તેના પુત્રએ વગર લાયસન્સે જાહેરમાં ખુલ્લુ હથિયાર રાખી બુલેટ ચલાવતો વિડીયો મીડીયામાં વાયરલ કરી ગુનો કરતાં કુલ રૂા. ૧,પપ,૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. વધુ તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, વી.એન. બડવા, દિપકભાઈ બડવા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ઓડેદરા, દિવ્યેશભાઈ ડાભી વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!