શિવરાત્રીનાં મેળાની સરકાર દ્વારા મંજુરી આપવા તનસુખગીરી બાપુની માંગણી

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમમાં પરંપરાગત રીતે યોજાતા શિવરાત્રી મેળાને આ વર્ષે મંજુરી આપવા સાધુ -સંતોમાં અને ભાવિકોમાં લાગણી ઉઠી છે. દરમ્યાન અંબાજી મંદિરનાં મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ આગામી શિવરાત્રીનાં મેળો યોજવા બાબતે સરકાર મંજુરી આપી દે તેવી લાગણી દર્શાવી છે અને દેવાધિદેવ ભોળાનાથ, ગુરૂદત્ત ભગવાન તેમજ અંબાજી માતાજીને પણ પ્રાર્થના કરી છે. શિવરાત્રી મેળાને ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે સરકાર ચોકકસ ગાઈડ લાઈન અનુસાર મેળાની મંજુરી આપી દે તો સંતો તેમજ ભાવિકો તેમજ ઉતારા મંડળ અને સેવાભાવી સંસ્થાઓ અન્નક્ષેત્રની તૈયારીમાં લાગી જાય તેવી લાગણી વ્યકત કરી છે અને તત્કાલ સરકાર આ બાબતે નિર્ણય જાહેર કરે તેમ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!