જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આગામી શિવરાત્રીનો મેળો પૂર્ણ રીતે યોજાય તેવી લાગણી અને માંગણી ભાવિકોમાં અને સંતોમાં જાેવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર હજુ આ બાબતે મગનું નામ મરી પાડતી નથી. અને સરકારનાં નિર્ણય ઉપર રાહ જાેવાઈ રહી છે. સ્થાનિક તંત્ર પાસે પણ આ બાબતે કોઈ ચોકકસ ગાઈડલાઈન હજુ સુધી આવી નથી. જેથી શિવરાત્રી મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે અને ભાવિકો આતુર નયને રાહ જાેઈ રહયા છે. શિવરાત્રીનો મેળો પરંપરાગત રીતે યોજાય છે. આ મેળાની વિશેષતા એ છે કે નાત-જાતનાં ભેદભાવ વિના મોટી સંખ્યામાં પાંચ દિવસનાં મેળામાં ભજન, ભોજન અને સેવા તેમજ આહલેકનો નાદ જગાવવામાં આવે છે. સેવાકીય કાર્યો કરતાં ધાર્મિક ક્ષેત્રો, ઉતારા મંડળો દ્વારા ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે અને જયાં હજારો નહી પરંતુ લાખો માણસો આવતા હોય છે ત્યારે આ શહેર માટે રોજગારીનું નવુ ક્ષેત્ર પણ ઉભુ થતું હોય છે. આ ઉપરાંત નાના વેપારીથી લઈ મોટાપાયે વેપાર કરનારા સૌ કોઈ એટલે કે રોજગારી મેળવવા માટે ઉધમ કરનારા તમામ લોકોને પણ આ પાંચ દિવસમાં રોજગારી પણ મળતી હોય છે. પાંચ રૂપિયાનાં રમકડાથી લઈ ટ્રાન્સપોર્ટેશન, માલ સામાન પુરો પાડનારા, રસોઈ બનાવનારા, રસોડાની કામગીરી કરનારા તેમજ ભવનાથ ક્ષેત્રમાં ફુટપાથ ઉપર બેસીને રોજગારી મેળવતા લોકો, દુકાનદારો, પેસેન્જરોને લાવવા લઈ જવાની કામગીરી કરનારા તમામ વાહન ચાલકો તેમજ જૂનાગઢ શહેરમાં બહારગામથી આવનારા યાત્રાળુ, પ્રવાસીઓ માટે રહેવા જમવા સહીતની સુવિધાઓ માટે રોજગારી મળે તેમજ બહારથી આવેલી એક વ્યકિત રૂા. ૧૦નો ખર્ચ કરે તો રોજનાં પ૦ હજાર વ્યકિત હોય તો રૂા. પાંચ લાખ જેવી આવક જૂનાગઢ શહેરને થઈ શકે તેમ છે. આ તો ખાલી દાખલારૂપ બાબત છે બાકી શિવરાત્રીનો મેળો યોજાય તો અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પાંચ દિવસ માટે મળી શકે અને આખા વર્ષનું વરસાશન પણ મેળવી શકે. આ ઉપરાંત દેશભરમાંથી આવેલા સંતોનાં દર્શન તેમજ ભાવિકો દ્વારા સંતોને ચરણે ધરાતી ભેટપૂજાથી નાના સાધુઓને પણ આવકનું ક્ષેત્ર મળી રહે તેમજ રમતા પંચનાં સાધુઓને પણ ભાવિકોની આવક થઈ શકે આમ ભવનાથ ખાતે જાે શિવરાત્રીનો મેળો યોજાય તો અનેક લાઈનો ખુલે તેમ છે. આજે જયારે સરકારે શાળા કોલેજાેને મંજુરી આપી દીધી છે. લગ્ન સમારોહમાં પણ છુટછાટ આપી છે. અને આગામી વિધાનસભાની ચુંટણી માથે ગાજી રહી છે ત્યારે આ ચુંટણી દરમ્યાન પણ મતદાન ગૃપ બેઠકો, જાહેર સભાઓ વગેરે કાર્યક્રમો થવાનાં જ છે. ત્યારે જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં યોજાતો આધ્યાત્મીક શિવરાત્રીનો મેળો યોજવા માટેની સરકારે વહેલી તકે મંજુરી આપી દે તેવી લાગણી અને માંગણી જૂનાગઢવાસીઓમાંથી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews