ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવશે, ઉચ્ચ અધિકારીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી

0

દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરૂ, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ વિભાગમાં પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રિય નિર્દેશક નંદની ભટ્ટાચાર્ય સાહુએ જગતમંદિરની મુલાકાત લઈ જર્જરિત બંધકામોની મુલાકાત લીધી હતી. જગત મંદિરના જીર્ણોદ્ધારને લઈ ભારતીય પુરાતત્વ વિભાગના પશ્ચિમ ક્ષેત્રના રિજીઓનલ ડાયરેકટર નંદની ભટ્ટાચાર્ય સાહુ, રાજકોટ વિભાગ આર્કોલોજીકલ સુપ્રિ. અનિલ કુમાર, લોકલ ઓફિસર એસ.કે.શાહ સહિતની ટીમે દ્વારકાની મુલાકાત લીધી હતી અને જગત મંદિરના જીર્ણોદ્ધાર કરવા માટે જગત મંદિરનાં મધ્ય ભાગ(સભા મંડપ )નું સંરક્ષણ કાર્ય તેમજ લાડવા ડેરૂ સહિત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં સંરક્ષણ કાર્ય વહેલી તકે શરૂ કરવા જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે આ સંરક્ષણ કાર્ય માટે જગત મંદિર બંધના સમયે એટલે કે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સંરક્ષણ કાર્ય સત્વરે હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં આ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ કમિટી સમક્ષ મીટીંગ યોજી વહેલી તકે જગત મંદિરનું જરૂરી સમારકામ હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગતમંદિરનાં અનેક ભાગો અને સભા મંડપમાં સંરક્ષણ કાર્ય કરવાની તાતી જરૂરિયાત લાંબા સમયથી છે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલા સમયસર લેવામાં આવી રહ્યા હોવાનું રિજીઓનલ ડાયરેકટર નંદની ભટ્ટાચાર્ય સાહુએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!