દ્વારકા નજીક ધ્રાસલવેલ ગામે પ્રેમી યુગલે સજાેડે આપઘાત કરી લેતા ચકચાર

0

દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયા બાદ બંને પ્રેમી યુગલે ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં સજાેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને બંનેના પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા હિરેન ભોડાભાઈ મોરી અને જશુંબેન બાબુભાઈ નાગેશ નામની યુવતીએ ગત મોડીરાત્રે દ્વારકા તાલુકાના ધ્રાસલવેલ ગામના વાડી વિસ્તાર ઝેરી દવા ગટગટાવી લેતા બંનેના મૃત્યું નિપજ્યા હતા અને બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહનો કબ્જાે સાંભળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને યુવતી એક જ સમાજના હોવાનું અને યુવતીના લગ્ન છ માસ પહેલા થઈ ગયા હતાં. પરંતુ આણું વારવાનું બાકી હતું એટલે સાસરે નહિ પરંતુ પોતાના પિતાનાં ઘરે રહેતી હતી. વધુમાં ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ થઈ જતાં ગત મોડી રાત્રે દ્વારકા તાલુકાના ધ્રાસલવેલ ગામના વાડી વિસ્તારમાં બંનેએ સજાેડે ઝેરી દવા પી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ મામલે દ્વારકા પોલીસે બંને મૃતક યુવક-યુવતીના પરિવારજનોના નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. નાના એવા ગામા યુવક-યુવતીના સજાેડે આઘાતથી અરેરાટી ફેલાઈ ગઈ છે અને બંને મૃતકોના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!