ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસ થકી આગામી દિવસોમાં ભારતને નેતૃત્વ પુરૂ પાડશે : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

0

અમદાવાદની સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાયોટેકનોલોજી પોલીસી (૨૦૨૨-૨૭)ના અનાવરણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસી થકી આગામી દિવસોમાં આ ક્ષેત્રે ભારતને નેતૃત્વ પુરૂ પાડશે. આ નીતિના અનાવરણ પ્રસંગે શિક્ષણમંત્રીએ રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, માત્ર ૧૦ જ દિવસમાં બે પોલીસી – ઈન્ફર્મેશન ટેકનોલોજી પોલીસી અને બાયોટેકનોલોજી પોલીસી રજૂ કરી સિમાચિહ્નરૂપ કામગીરી કરી છે, જેનો શ્રેય સમગ્ર ટીમને જાય છે. જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીઘર્દ્રષ્ટીપૂર્ણ ર્નિણયોને યાદ કરતાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાતને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કર્યું અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તર નકશા ઉપર મુકવાના સ્વપ્ન સેવ્યા અને તેને સાકાર કર્યા અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમના પદચિહ્નો ઉપર ચાલીને ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. શિક્ષણમંત્રીએ નીતિ ઘડતર સ્તરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા મળી રહેલા સહયોગને રેખાંકિત કરતાં કહ્યું કે, અમને આનંદ છે કે મુખ્યમંત્રીએ બધા જ મંત્રીઓને કામગીરી માટેની અનુકુળ વાતાવરણ- સ્વતંત્રતા પૂરી પાડી છે, જેના થકી આપણે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમારો સાયન્સ અને ટેકનોલોજી વિભાગ વાયબ્રન્ટ બન્યો છે. તેમણે ઉમેર્યું કે, બાયો ટેકનોલોજી ક્ષેત્રએ ગુજરાતના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે અને એટલે જ આ મહત્વના ક્ષેત્રના વિકાસ માટે મુખ્યમંત્રીએ ઉદાર હૃદયે પ્રોત્સાહનો જાહેર કર્યા છે, જે માટે તેમનો આભાર વ્યક્ત કરૂ છું. જીતુભાઈ વાઘાણીએ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી કે આ પોલીસીના પગલે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં સંબંધિત હિતધારકોને અને જનતા-જનાર્દનને ઘણો મોટો લાભ થશે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે પણ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ બાયોટેકનોલોજી પોલીસી (૨૦૨૨-૨૭)નું પ્રેઝન્ટેશન કરી વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રસંગે બ્રિટિનના ડેપ્યુટી હાઈકમિશ્નર પીટર કુક, બાયો ટેકનોલોજી મિશનના એમ.ડી. ગાર્ગી જૈન, ગુજરાત સાયન્સ સીટીના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર હર્ષવર્ધન મોદી તેમ જ વિશાળ સંખ્યામાં ઉદ્યોગસાહસિકો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!