નાગાલેન્ડની મહીલા ખેંજીલા ટુશીબા ચીંગકુંગ જૂનાગઢમાં એક ઓટો રીક્ષામાં બેસીને એસટી બસ સ્ટેશન તરફ જતી હતી ત્યારે પોતાનો થેલો પર્સ જેમાં રૂા. ૧પ હજાર રોકડા હતા તે પર્સ બહાઉદીન કોલેજ નજીક રોડ ઉપર પડી જતાં ફરીયાદ નોંધાવેલ હતી. જેથી પોલીસે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરીને નેત્રમ શાખાની મદદ લેતા મેંદરડા તરફ જતી રીક્ષાનાં ચાલક વિઠ્ઠલભાઈ રાજાભાઈ ચોરાળા પાસેથી રોકડ રૂા. ૧પ હજાર પર્સ સહીત રીકવર કરી નાગાલેન્ડની મહીલાને પોલીસ સ્ટેશને બોલાવી પરત અપાવેલ હતું. આમ પોલીસની ત્વરીત કામગીરીની સરાહના થઈ રહેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, પીએસઆઈ પી.એ. મશરૂ, એન.આર. ભેટારીયા, કે.એન. જાેગીયા, કરણસિંહ ઝણકાત, ભગવાનજી વાઢીયા, દિલીપભાઈ ડાંગર, આઝાદસિંહ સીસોદીયા, કે.એન. ચુડાસમા, હરસુખભાઈ સીસોદીયા, દેવનભાઈ સિંઘવ, મસીદાલીખાન પઠાણ વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews