મહાશિવરાત્રી મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસની તડામાર તૈયારીઓ

0

જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરૂ આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. આગામી શિવરાત્રી મેળામાં બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર.પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના પોલીસ અધિકારીઓ સાથે જાતે વિઝીટ કરી, સમગ્ર રૂટ, પાર્કિંગ સ્થળો અને ભવનાથ વિસ્તારની વિઝીટ કરી, બંદોબસ્તના આયોજન અંગે ચર્ચા વિચારણા મિટિંગ યોજી, આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. આ મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે શહેર વિસ્તારમાં માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ખાસ વાહન ચેકીંગ હાથ ધરવા સૂચના કરવામાં આવેલ છે. શહેર વિસ્તારમાં દિવસ દરમ્યાન જુદી જુદી ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી, ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ છે. નાઈટ રાઉન્ડ દરમ્યાન પણ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા ચેક કરી, શંકાસ્પદ ઇસમોના ચેકીંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વધુમાં, જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમ્યાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સતત દરમ્યાન શિવરાત્રી સુધી જુદી જુદી ટીમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પીને ફરતા લુખ્ખા તત્વો વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે.  વધુમાં, ભૂતકાળમાં પિક પોકેટિંગ અને મોબાઈલ ચોરી કરતા પકડાયેલા આરોપીઓના ફોટાઓના મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાડી, લોકોને સાવચેત રહેવા જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ શરૂ કરી, યાત્રાળુઓ મેળામાં ર્નિભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!