જૂનાગઢ : પોલીસની સી ટીમની મદદથી માતા-પુત્રી માથાભારે યુવાનનાં ત્રાસમાંથી મુકત બન્યા

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તેમજ મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરવા તેમજ સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રહેતા અને લોકોને પેઇંગ ગેસ્ટ તરીકે રસોઈ કામ કરીને જમાડતા એક મહિલા પોતાની યુવાન દીકરી સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાના પતિ નહીં હોય, પોતે પોતાના એક દીકરા અને દીકરી સાથે જીવન ગુજરાન ચલાવતા હોય, પોતાની દીકરીએ એકાદ વર્ષ પહેલા જાેશીપુરા ખાતે રહેતા એક યુવાન સાથે લવ મેરેજ કરી, લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. થોડા સમય બાદ મહિલાની પુત્રીએ યુવાનને કાયદેસર લગ્ન કરી લેવાનું કહેતા, યુવાન અને તેના કુટુંબીજનો  તરફથી ત્રાસ અને મારકુટ ચાલુ થયેલ હતી. બાદમાં જ્યારે જ્યારે કાયદેસર લગ્ન કરવાની વાત કરે ત્યારે મારકુટ કરીને, મહિલાની દીકરીને જિંદગી બગાડી નાખવાની અને આમ જ સાથે રાખવાની ધમકીઓ આપતા, દિકરીથી ત્રાસ સહન ના થતા, પોતાની માતાની ઘરે આવી ગયેલ અને તેમ છતાં, મહિલાના ઘરે આ માથાભારે ભાઈની છાપ ધરાવતા યુવાન અને તેના મિત્રો આવી, ધમકીઓ આપી, મારકુટ કરવા લાગતા, મહિલા અને તેની પુત્રીથી અસહ્ય ત્રાસ સહન ના થતા, આપઘાતના વિચાર આવતા હોય, આ માથાભારે યુવાનના ત્રાસમાંથી છોડાવવા મદદ કરવા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ સી ટીમના હે.કો. ધાનીબેન, રસિલાબેન, મિતલબેન, ખુશ્બુબેન, મુકેશભાઈ, વનરાજસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા માથાભારે યુવાનને પોલીસ સ્ટેશન બોલાવી, પોલીસની ભાષામાં શાનમાં સમજાવી દેતા, મહિલાની પુત્રીની તમામ વસ્તુઓ પરત આપી દીધી હતી, લિવ ઇન રિલેશનશિપ કેન્સલ કરી, હવે પોતાને કોઈ લેવા દેવા નહિ હોવાનું લખાણ કરી આપી, હવેથી કોઈ દિવસ મહિલા કે તેની પુત્રીને હેરાન નહીં કરવાની ખાતરી આપતા, મહિલાના આખા ઘરનો જીવનનો માર્ગ મોકળો થયેલ હતો.  સામાન્ય રસોઈ કામ કરી, પોતાનું જીવન ગુજરાન ચલાવતી મહિલા અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને પોતાની દીકરીનું ધ્યાન રાખવા અને દીકરીને પણ પોતાની માતા કહે ત્યાં જ લગ્ન કરવા પોતાની જાતે કોઈ ર્નિણય નહિ લેવા સલાહ પણ આપવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાની દીકરીને મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના આખા કુટુંબનું જીવન ઝેર થઈ જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને તથા પોતાની દીકરીને માથાભારે યુવાનના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!