સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે લાલ આંખ કરી છે અને તળાવ દરવાજાના ગાર્ડનમાં બી ડિવિઝન પોલીસે ઓચિંતા ત્રાટકી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી હતી. સુરતની ઘટના બાદ જૂનાગઢ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ કરીને જૂનાગઢના બાગ બગીચામાં આવારા તત્વો અને પ્રેમી યુગલ જાહેરમાં ક્ષોભજનક હરફત ન કરે તે માટે તેમના ઉપર વોચ રાખવા માટે જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનિંદર્રસિંહ પ્રતાપ સિંહ પવારની સૂચનાથી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના નવનિયુકત પીઆઈ આર.એસ.પટેલ અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તળાવ દરવાજાના ગાર્ડનમાં બેઠેલા પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ કરી અવાવરૂ જગ્યાએ બેસેલા પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી. સાથેસાથે પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવાની સમજ પણ આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews