જૂનાગઢમાં આડેધડ વાહન પાર્કિંગ કરતા ચાલકો સામે પોલીસની તવાઈ

0

જૂનાગઢના જાહેર માર્ગો ઉપર વર્ષોથી આડેધડ વાહન પાર્કિંગની ગંભીર સમસ્યા છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં ભીડની સાથેસાથે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આથી પોલીસે જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ કરનારા સામે તવાઈ ઉતારી હતી. જૂનાગઢના જાહેર માર્ગો અને ભરચકક વિસ્તારોમાં લાંબા સમયથી ઘણા વાહનચાલકો મનફાવે તે રીતે વાહન પાર્ક કરીને ટ્રાફિકને બાનમાં લે છે. આથી આડેધડ વાહન પાર્કિંગથી ભારે હાડમારી સર્જાતી હોવાથી જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીંદર પ્રતાપ સિંહ પવારની સૂચનાથી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસની ટીમ આડેધડ વાહન પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવા મેદાને આવી હતી અને જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તાર સરદાર બાગ ઝાંઝરડા સહિતના વિસ્તાર રોડ વચ્ચે પાર્ક કરેલ વાહનચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી હતી. સાથેસાથે બજારોમાં દુકાનદારોને પોલીસ દ્વારા સમજણ આપી હતી અને ગ્રાહકોને પોતાના વાહનોને વ્યવસ્થિત રીતે પાર્ક કરવા માટે સમજણ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!