ઉના : મર્ડર કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડયા

0

ઉના શહેરી વિસ્તારમાં રહીમનગરમાં રહેતા હુસેનભાઇ મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા ત્યારે તેમને તેમના સાથે મજૂરી કરવા આવતી સોનલબેન ભુપતભાઈ તેઓને છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા અને હુસેનભાઇ તેને મળવા જતા આ પ્રેમ પ્રકરણ બે વર્ષથી ચાલતો હતો અને તેને અવારનવાર મળવા જાતા ત્યારે ગઈકાલે સવારે આશરે પાંચ વાગે હુસેનભાઇ રામનગરના ખારા વિસ્તાર સોનલ બેનને તેમના ઘરે મળવા જતા સોનલબેનના પતિ ભુપત ભાઈ કાનાભાઈ આ વાતની ખબર પડતા તેમના પાસે થીસણ હથિયાર વડે માથાના ભાગે ડાબા આપા પગમાં ગંભીર ઘા મારી બંને શખ્સોએ હુસેન ભાઇને મોતને ઘાટ ઉતાર્યા હતાં. પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદીના કહેવા મુજબ મારા પપ્પા સેનભાઈ સાથે રામનગર ખારા વિસ્તારમાં રહેતી સોનલબેન ભુપતભાઈ કોળી મજૂરી કામે જાય છે. તેઓ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ છે તેમ હું જાણું છું. આજરોજ શરૂ રાત્રીના સવા બારેક વાગ્યે હું જમી પરવીને સુઈ ગયેલ હતો અને સવારના સાતેક વાગ્યે ઉઠતા મને મારા મમ્મી રસીદાબેનએ વાત કરેલ કે તારા પપ્પા વહેલી સવારે પાચેક વાગ્યે ઉઠી તેની મજુરી કામે બહાર ગયેલ છે. તેમ વાત કરેલ હતી અને હું ઘરે હતો તેવામાં સવારના નવેક વાગ્યાની આસપાસ મારા કાકા અબ્બાસભાઈનો મને ફોન આવેલો અને વાત કરેલ કે આપણે ઉના રામનગર ખારા વિસ્તારમાં જવાનું છે જેથી હું ઘરેથી નીકળી ઉના ત્રિકોણ બાગ પાસે આવતા ત્યાં મારા કાકા અબ્બાસભાઈ તથા મારા બનેવી યાસીનભાઈ એમ સાથે અમો બધા રામનગર ખારા વિસ્તારમાં ગયેલ તો ત્યાં આરીફ્સાના ભંગારના ડેલા આમે મારા પપ્પા હુસેનભાઈ લોહી લુહાણ હાલતમાં નીચે પડેલ હતા ત્યારે મને જાણવા મળેલ કે મારા પપ્પા હુસેનભાઈને ત્યાં રામનગર ખારા વિસ્તારમાં રહેતા સોનલબેન તથા તેના ઘરવાળા ભુપતભાઈ એમ બંને જણાએ મારા પપ્પાને માથાના ભાગે તથા પગના ભાગે હથિયાર વડે માર મારેલ છે. જેથી અમો બધા મારા પપ્પાને પ્રાઈવેટ વાનમાં સરકારી દવાખાને સારવારમાં લાવતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે મારા પપ્પાને મરણ ગયેલ જાહેર કરેલ જયારે સમગ્ર ઘટનાનો પડદો ઉંચકી પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!