માંગરોળના પીરમૂસા રોડ ઉપરથી તસ્કરો પ્યાગો રીક્ષા ચોરી ગયા

0

માંગરોળમાં દિવસે દિવસે ચોરીના બનાવો સામાન્ય બનતા જાય છે.  શહેર તેમજ વાડી વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે પીરમૂસા રોડ ઉપર બહાર પડેલી એક પ્યાગો રીક્ષા તસ્કરો ઉપાડી ગયા હતા. અને તેમાથી બેટરી, ટાયર, પાથરણા, પાના સહીતની અનેક વસ્તુઓ ચોરી કરી લિધી અને ત્યારબાદ પ્યાગો રીક્ષાને માલાવાવ વિસ્તારમાં આવેલી મસાણ પાસે લાવારીસ હાલતમાં મુકી દીધી હતી. આ બાબતે રીક્ષા માલિક હારૂનભાઈ મજેડીયાએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એજ રાત્રે પેરેડાઈસ પાર્કમાથી એક સાયકલની ચોરી થઇ હતી. એવી જ રીતે થોડા દિવસ પહેલા હસનિયાહ સોસાયટીમાંથી એક સાયકલની ઉઠાંતરી થઈ હતી. વાડી વિસ્તારમાં પણ નાળિયેરીના ત્રોફા, રોપ, બહાર પડેલા ખેત ઓજારો સહીતની ચોરીના બનાવો વધી રહ્યા છે. મોડી રાત્રે પોલીસ તંત્રની ઘોર નિંદ્રાનો લાભ લઈ તસ્કરો તરકટ કરી રહ્યા છે. આવી ચોરીની વધતી જતી ઘટનાઓથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ત્યારે માંગરોળ પોલીસ સધન પેટ્રોલિંગ કરી રાત્રે રખડતા તસ્કરો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે. વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના કારણે ચોરીના બનાવો વધી રહ્યા છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!