શિવરાત્રી મેળાની પુરજાેશથી તૈયારી : સલામતી અને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક-ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરૂ આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. આગામી શિવરાત્રી મેળામાં બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર. પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર સહિતના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરૂને પકડી પાડવા તેમજ આવા ગુન્હાઓ અટકાવવા ખાસ એક્શન પ્લાન હાથ ધરવામાં આવેલ છે. આ મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પીને ફરતા લુખ્ખા તત્વો વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં, ભૂતકાળમાં પિક પોકેટિંગ અને મોબાઈલ ચોરી કરતા પકડાયેલા આરોપીઓના ફોટાઓના મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાડી, લોકોને સાવચેત રહેવા જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અનુભવે જાણવા મળ્યું છે કે, પિક પોકેટિંગ અને ખિસ્સા કાતરૂ ગેંગ આવા મેળામાં એક સાથે ઉતરી પડે છે અને પકડાયા બાદ તાત્કાલિક જામીન ઉપર છૂટી, ફરીવાર મેળામાં આવી, ગુન્હાઓ આચરે છે. આમ, આવી ગેંગના સભ્યો વારંવાર પકડાય અને ફરી પાછા મેળામાં જ પરત આવી, મોબાઈલ ચોરીઓ તથા પાકિટ ચોરીઓ કરવા લાગે છે. જેથી, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા નવ નિયુક્ત એસડીએમ ભૂમિબેન કેશવાલા દ્વારા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી, મેળામાં પિક પોકેટિંગ, મોબાઈલ ચોરી ગેંગના પકડાતા આરોપીઓને જ્યારે સારી ચાલચાલગતના જામીન માટે નાયબ કલેક્ટર સમક્ષ રજુ કરવામાં આવે ત્યારે સોલવંશી જામીન રજૂ કરવા જણાવવામાં આવશે અને સધ્ધર જામીન રજૂ ના કરે તો, જેલ હવાલે કરવામાં આવશે. જેથી, મેળામાં ચોરી કરતા પકડાયેલા ઈસમો મેળો ચાલુ રહે ત્યાં સુધી જેલ હવાલે જ રહેશે અને લોકોનો પોતાના સર સામાન સલામત રાખવામાં સફળતા મળશે. આમ, ચાલુ સાલે મહા શિવરાત્રી મેળામાં મોબાઈલ તથા ખિસ્સા ચોરીમાં પકડાતા આરોપીઓને મેળો ચાલે ત્યાં સુધી સીધા જ જેલ હવાલે કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવાનું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા નક્કી કરી, મેળામાં આવતા લોકોના માલ સામાનની સલામતી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, લોકોને આવા ખિસ્સા કાતરૂ અને મોબાઇલ ચોરથી સાવધાન રહેવા જાગૃત રાખવા પણ આયોજન કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ શરૂ કરી, યાત્રાળુઓ મેળામાં ર્નિભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!