ભજન, ભોજન અને ભકિતનાં ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનાં મેળામાં ‘આપા ગીગાનાં ઓટલા’નું અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લું મુકાશે : પૂ. નરેન્દ્રબાપુ

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં દર વર્ષે ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રરૂપી સેવા આપનારા અને આપા ગીગાનો ઓટલો ચોટીલાનાં મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આ વર્ષે પણ સાનુકુળ વાતાવરણ સર્જાયુ છે ત્યારે આગામી શિવરાત્રીનો મેળો યોજવાની સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે તેવી લાગણી અને ભાવ વ્યકત કરી અને ગત તા. ૩ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સંબંધીત તમામને રજુઆતની પહેલ કરી હતી અને સરકાર તાત્કાલીક નિર્ણય જાહેર કરે તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા હતાં. તેમજ જૂનાગઢનાં  સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રમાં પણ શિવરાત્રી મેળાની મંજુરી માટેનું અખબારી નિવેદન પણ જારી કર્યુ હતું. સંતો અને ભાવિકોની લાગણીને ધ્યાને લઈ અને સરકારે પણ શિવરાત્રી મેળાની મંજુરીની મ્હોર મારતા ભાવિકો અને સંતોમાં આનંદની લાગણી વ્યાપેલી છે. ત્યારે સરકારનાં આ સંવેદનશીલ નિર્ણયને પૂ. નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ આવકારેલ છે અને સરકારનો પણ આ તકે આભાર માનેલ છે. તેમજ આગામી તા. રપ ફેબ્રુઆરીથી શરૂ થતાં શિવરાત્રીનાં મહામેળામાં ભાવિકો માટે દરરોજની જેમ આ વર્ષે પણ અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં આવી રહયું છે. આ અન્નક્ષેત્રમાં ભાવિકોને કોઈ જાતનાં ભેદભાવ વિના શુધ્ધ ઘીમાં બનાવેલ આવેલ ભોજન પીરસવામાં આવશે જેમાં દરરોજ બે મીઠાઈ, દાળ-ભાત સહીતનું ભોજન ભાવથી કરાવવામાં આવશે. અને જય આપા ગીગાનાં રણકાર સાથે આ અન્નક્ષેત્ર શરૂ કરી અને ભાવિકો તેનો લાભ લે તે માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. ૮ વિઘાનાં વિશાળ જગ્યામાં આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવી રહેલ છે. છેલ્લા ૬ વર્ષથી પૂ. નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા અન્નક્ષેત્રની સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. અને આ વર્ષે પણ અન્નક્ષેત્ર શરૂ થઈ રહયું છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને જૂનાગઢનાં ભવનાથ ખાતે આયોજીત થતો શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવતો હતો. જાે કે હાલ કોરોના સંક્રમણ કાબુમાં હોવાથી રાજય સરકારે ભવનાથ મેળો યોજવાની મંજુરી આપતા સાધુ-સંતો, મહંતો, શિવભકતો સહિત સેવાકીય સંગઠનો-સંસ્થાઓમાં ભકિતની હેલી ઉઠી છે. સ્થાનીક તંત્ર દ્વારા પણ મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે ચોટીલા નજીક મોલડી સ્થિત આવેલા આપા ગીગાના ઓટલાનાં મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભવનાથ સ્થિત લાલસ્વામીજીની જગ્યામાં જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તા. રપ ફેબ્રુઆરીને શુક્રવારે અન્નક્ષેત્રમાં ધ્વજારોહણ કરવામાં આવશે. જેમાં દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો, ભકતો અને વિવિધ આશ્રમોનાં મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. મેળાનાં શરૂઆતનાં દિવસથી આ અન્નક્ષેત્ર ધમધમતું થશે. જયારે મહાશિવરાત્રીનાં આખા દિવસ દરમ્યાન ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અઢારેય વરણના સમાજ માટે મેળાની પૂર્ણાહુતી સુધી અન્નક્ષેત્ર સતત ધમધમતું રહેશે. આ દરમ્યાન સંતવાણીના કાર્યક્રમો દ્વારા શિવભકિત હેલે ચડશે. મેળામાં હાજર રહેલા તમામ શિવભકતોને આ અન્નક્ષેત્રનો લાભ લેવા નરેન્દ્રબાપુ તથા આપા ગીગા ઓટલાના સેવકગણોએ નિમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. ૯૮ર૪ર ૧૦પર૮નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!