શ્રી દાતારેશ્વર આશ્રમ ખાતે આજે પૂ. કાશ્મીર બાપુનો ષોડસી ભંડારાનો કાર્યક્રમ તેમજ મહંત પદે નર્મદાપુરીજી માતાજીની ચાદરવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રનાં આમકુ ક્ષેત્રમાં આવેલ શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમનાં મહંત ઓમકારપુરીજી શ્રીકાશ્મીરીબાપુ મહારાજ ૬ ફેબ્રુઆરી,ર૦રર રવિવારનાં રોજ કૈલાસવાસી થયા છે ત્યારે બ્રહ્મલીન પૂ. કાશ્મીરી બાપુનાં ષોડસી ભંડારા તેમજ મહંત તરીકેની વરણી માટેની ચાદરવિધિનો કાર્યક્રમ આજે વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પરમ પૂ. કાશ્મીરી બાપુ કૈલાસવાસ થયા બાદ ગિરનાર ક્ષેત્રનાં આમકુ શ્રી દાતારેશ્વર આશ્રમનાં મહંત પદની વરણી માટે કાર્યક્રમ યોજાઈ રહેલ છે તેમજ આ ધામિર્ક કાર્યક્રમનાં સમયગાળા દરમ્યાન રોજેરોજ જાણીતા કલાકારો દ્વારા રાત્રીનાં સંતવાણીનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે અને પૂ. કાશ્મીરી બાપુને ભાવાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. આજે મહંતપદની ચાદરવિધિ અને ષોડસી ભંડારાનાં કાર્યક્રમ અંતર્ગત પૂ. કાશ્મીરી બાપુનાં પરમ શિષ્યા શ્રી નર્મદાપુરીજી માતાજી, શ્રી પંચાયતી અખાડા શ્રી નીરંજનીનાં મઢી મુલતાનીનાં મહંત પરમ પૂ.શ્રીશ્રી ૧૦૮ મહંત હરગોવિંદપુરીજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાઈ રહયો છે. સવારે ૧૦.૧પ કલાકે મહંત પદની ચાદર વિધિ અને ૧૧.૩૦ કલાકે ષોડસી ભંડારો યોજાયો હતો. પંચાયતી અખાડા શ્રી નિરંજની માયાપુર હરીદ્વારનાં શ્રી મહંત હરગોવિંદપુરીજી મહારાજ તેમજ મહંત પંચાયતી અખાડા શ્રી નિરંજની હરીદ્વારનાં શ્રીમહંત કેશવપુરીજી તેમજ શ્રી દિગંબર વાઘંબરી પીઠાધિશ્વર પ્રયાગનાં મહંત બલબીરગીરીજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત સેવકગણ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આજે યોજાયેલા કાર્યક્રમોમાં વરીષ્ઠ સંતોની ઉપસ્થિત રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews