વેરાવળમાં પ્રેમ સંબંધોમાં આવેલ ખટાશથી ઉશ્કેરાઇને પ્લાનીંગ સાથે પ્રેમી યુવકે યુવતી ઉપર જીવલેણ હુમલો કરેલ : પોલીસ

0

વેરાવળમાં એક યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ગળું કાપી હત્યા કરવાની કોશીષ કર્યાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઇ પુછપરછ હાથ ઘરતા ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપી યુવક અને યુવતિ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને દોઢેક વર્ષ પૂર્વે સંબંધોમાં ખટાશ આવવાના કારણે આરોપી યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાની તૈયારી સાથે તેના ઘરે પહોંચ્યો હોવાનું પોલીસે જણાવેલ છે. આરોપી યુવક એમસીએ ભણેલો હોય અને યુવતી એમબીએનો અભ્યાસ કરી રહી છે. તો આ ઘટનાને લઇ પીડીત યુવતીના પરીવારજનોએ આરોપી યુવકને દાખલારૂપ આકરી સજા કરાવવાની માંગ કરી છે. વેરાવળ શહેરના પોષ વિસ્તાર ટાગોરનગર-૨માં ૨૧ વર્ષીય તેજસ્વી જાેશી નામની યુવતી પોતાના ઘરમાં એકલી હતી. તે સમયે એકાએક યશ કારીયા નામનો યુવાન ઘરમાં છરી, એસીડની બોટલ તથા હથોડી લઇને ઘુસી છરી વડે યુવતિનું ગળુ કાપવાની કોશીષ કરી હતી ત્યારે યુવતીએ સ્વબચવામાં સામો પ્રતિકાર કરી રહેલ એ સમયે જ તેજસ્વીની બહેન ઘરે પહોંચતા યશ કારીયાને મનસુબા સફળ થતા ન લાગતા તે ત્યાંથી નાસી છુટ્યો હતો. આ સમયે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડેલ તેજસ્વીને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા આરોપી યુવકની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ડી-સ્ટાફ બ્રાંચના પ્રદીપ ખેર, મયુરભાઇ, નટુભા બસીયા, નરેન્દ્ર  પટાટને હયમુન સોર્શના આધારે મળેલ માહિતીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક યશ કારીયાને શહેરના સીમાડા પાસેથી ઝડપી લીધો હતો.

યુવકયુવતી વચ્ચે  પ્રેમસંબંધ હતો

આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવેલ કે, આરોપી યશ બિપીનભાઇ કારીયા અને પીડીત યુવતી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરીચયમાં આવ્યા બાદ ત્રણ વર્ષથી ઓળખતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ પણ હતો. દરમ્યાન યુવકની સગાઇ થયા બાદ બંને છુટા પડી ગયા હતા. તેમ છતાં યશ તેની સાથે સંબંધ રાખવા માટે યુવતીને દબાણ કરતો હોય જેના કારણે બંને વચ્ચે સંબંધોમાં ખટાશ ઉભી થઇ હતી. આ વાતની બંનેના પરીવારજનોને ખબર હોવાથી યશ કારીયાને સમજાવવામાં આવેલ તેમ છતાં તે માનતો ન હતો. જેને લઇ ઉશ્કેરાટમાં આવીને યશ કારીયાએ પ્લાનીંગ કરી બજારમાંથી એક છરી, એસીડની બોટલ ખરીદી કરી યુવતિના ઘર બહાર વોચ રાખી મોકો મળતા તેના ઘરમાં ઘુસી જઇ યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ યુવતીને તબીયત સ્થિર છે. આરોપી યુવક યશ કારીયાએ એમસીએનો અભ્યાસ કરી ડીગ્રી પ્રાપ્ત કરેલ ત્યારબાદ નોકરી કરી રહયો હતો. થોડા સમય પૂર્વે જુની નોકરી છોડી દીધી હોવાથી હાલ બેરોજગાર હતો. તો પીડીત યુવતી એમબીએનો અભ્યાસ કરી રહેલ છે. આરોપી યશ કારીયાને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આરોપીને દાખલારૂપ કડક સજા થવી જાેઇએ

આ ઘટનાથી વ્યથિત બનેલા યુવતીના કાકા રસેશભાઇ જાેશીએ જણાવેલ કે, આવા શેતાન આરોપી યુવક સામે સખ્તમાં સખ્ત દાખલારૂપ કાર્યવાહી થવી જાેઇએ. જેથી ભવિષ્યમાં આવા હુમલાઓ બનતા અટકે અને તેજસ્વીને ન્યાય મળે. આ પ્રશ્નો માત્ર અમારો નથી આજે રાજયના દરેક દિકરીના બાપ સામે સવાલ ઉભો થયો છે કે શું ગુજરાતમાં દિકરીઓ સલામત છે ? જાે અસલામત લાગતુ હોય તો આપણે વિકાસના નામે અધોગતિ કરીએ છે. આ ઘટના કેવી રીતે સર્વસમાજ સાંખી  શકે ? આ મામલે પગલા નહીં લેવાય ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશુ.

ભાજપકોંગ્રેસે શું કહયું ?

શહેરની જે હોસ્પીટલમાં તેજસ્વીની સારવાર ચાલી રહે છે ત્યાં  બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તો પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરારે પણ પીડિત યુવતી અને તેમના પરીવારની મુલાકાત લઇ આશ્વાસન આપ્યુ હતુ. આ તકે ઝવેરીભાઈ ઠકરારે પ્રતિક્રીયા આપતા કહેલ કે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે અને હવે આ આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને તેને કડકમાં કડક સજા મળે તે હેતુથી ગૃહમંત્રીને રજુઆત કરીશ. જયારે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહેલ કે, દિકરીઓ ઉપર હીંચકારા હુમલાના વધતા બનાવોનો મુદો વિધાનસભાના ફલોર ઉપર ઉઠાવીશ. આવું હીન કૃત્ય કરનારાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તાત્કાલીક સજા કરવામાં આવે તેવી માંગ કરીશ.

error: Content is protected !!