જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારનાં ૯ વાગ્યા સુધી આ ધુમ્મસ રહયું હતું જેને લઈને રસ્તા ઉપર પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અને વાહનની લાઈટો ચાલુ રાખવી પડી હતી. જયારે ઠંડીનાં ચમકારા સાથે ગાઢ ધુમ્મસને કારણે બેવડી ઋતુનો અનુભવ આજે લોકોને થયો હતો.

error: Content is protected !!