આદેશનાં જયઘોષ સાથે ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ. શેરનાથ બાપુની નિશ્રામાં ‘‘અન્નક્ષેત્ર’’ની અવિરત સેવા

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂ મહારાજની કૃપાથી મહંતશ્રી પૂ. શેરનાથ બાપુ દ્વારા કાયમી ધોરણે અન્નક્ષેત્ર અને સદાવ્રતની સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે અને આતિથ્ય સત્કાર અને અહીં આવનારા ભાવિકો અને સંતોને પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે અને જેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાય છે. આગામી તા. રપ ફેબ્રુઆરીથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહયો છે ત્યારે ગોરક્ષનાથ આશ્રમ ખાતે સર્વે ભાવિકો તેમજ સંતો અને સેવક ગણ તેમજ અહી આવનારા સર્વે ભાવિકો માટે માલપુવા સહીતનાં પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને પૂ. શેરનાથ બાપુએ અનુરોધ કરેલ છે. ગિરનારજી મહારાજ અને દત્ત ભગવાનની જયાં કૃપા દ્રષ્ટી રહેલી છે અને સિધ્ધ સંતોનાં જયાં કાયમ આર્શિવાદ રહેલા છે એવા પવિત્ર ભૂમિ ભવનાથ તિર્થક્ષેત્રમાં સિધ્ધ સંત પૂ. શેરનાથ બાપુની નિશ્રામાં અન્નક્ષેત્રની અવિરત સેવા કાર્યરત છે. અહીં આવતા ભાવિકોને આદેશનાં જયઘોષ સાથે રૂડો આવકાર આપી અને પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે.  ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ આવેલ છે. આ પાવનકારી જગ્યામાં પ્રવેશતા જ અલૌકીક વાતાવરણનો અનુભવ થાય છે. અને સાથે જ ગોરક્ષનાથ આશ્રમનાં સિધ્ધ સંત પૂ. શેરનાથ બાપુનાં દર્શન થાય છે. ભગવા વસ્ત્રોથી શોભતા પ્રભાવશાળી સંત પૂ. શેરનાથ બાપુ આશ્રમમાં આવનાર દરેકનું આદેશનાં જયઘોષ સાથે રૂડો આવકાર આપે છે. ગોરક્ષનાથ આશ્રમની પવિત્રતા અને સંતનાં નિર્મળ હાસ્ય નિહાળી ભાવિક ગદગદીત બની પૂ. શેરનાથ બાપુને વંદન કરી બાપુનાં રૂડા આર્શિવાદ મેળવે છે. અહીં આવનાર દરેક ભાવિકોને બાપુ આવકાર તો આપે છે. સાથે જ તેઓનાં ખબર અંતર પુછી તેઓને રહેવા માટે તેમજ ચા-પાણી અને ભોજન માટેની વ્યવસ્થા પુરા ભાવથી કરવામાં આવે છે. દરેકને કોઈપણ જાતનાં ભેદભાવ વિના એક સરખુ સન્માન આપી પ્રેમથી હરીહરનાં નાદ સાથે પ્રસાદ લેવડાવવામાં આવે છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દૂર દૂરથી ભવનાથ વિસ્તારમાં આવેલ ભાવિક, યાત્રાળુ સંઘ ગોરક્ષનાથ આશ્રમ અને પૂ. શેરનાથ બાપુનાં દર્શને અચુક આવે છે. પૂ. શેરનાથ બાપુનાં માર્ગદર્શન હેઠળ સતત ચાલતા અન્નક્ષેત્ર, સદાવ્રતમાં પ્રેમથી પ્રસાદ લઈ સંતોષનો ઓડકાર ભાવિકો લે છે. પૂ. શેરનાથ બાપુ દ્વારા આશ્રમમાં આવેલ ભાવિક મહેમાનને રૂડો આવકાર અને પ્રસાદ ભોજનની સુંદર વ્યવસ્થાની ખ્યાતી દૂર દૂર સુધી ફેલાયેલી છે. પૂ. શેરનાથ બાપુનાં માર્ગદર્શન અને તેઓની નિશ્રામાં ચાલતા અન્નક્ષેત્ર, સદાવ્રતની સેવકગણ દ્વારા સુંદર વ્યવસ્થા રહેલી છે. આશ્રમમાં સ્વચ્છતા, સાદાઈ અને પવિત્રતાનો અનુભવ ભાવિકોને થાય છે. ગોરક્ષનાથ આશ્રમનાં ગાદીપતી મહંત પૂ. શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે ગુરૂ મહારાજની કૃપાથી ગોરક્ષનાથ આશ્રમ ખાતે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ગૌશાળામાં ગાય માતાની સેવા, કાયમી ધોરણે સદાવ્રત ચાલી રહયું છે અને આશ્રમમાં સવાર સાંજ આરતી, ગુરૂ મહારાજનો ભંડારો, સંત ભોજન, શિવરાત્રી મેળો, પરીક્રમા મેળા દરમ્યાન આવતા ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કોરોનાના કપરા સમયમાં પણ અન્નક્ષેત્ર-સદાવ્રતની સેવા સતત ચાલી રહી હતી. પૂ. શેરનાથ બાપુનાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે રોજનાં હજારો ભાવિકો પ્રસાદનો લાભ લે છે. અને સાથે જ એક સિધ્ધ સંતનાં દર્શન કરી ભાવવિભોર બને છે. આગામી તા. રપ ફેબ્રુઆરીથી શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે ભાવિકોને ગોરક્ષનાથ આશ્રમ ખાતે પધારવા અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!