કેશોદ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સીટી અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

0

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેમને બહાર લાવવાનું કામ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત કેશોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ ગીત સ્પર્ધાનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોની કલસ્ટર કક્ષાએ સ્પર્ધાઓ યોજાઈ હતી અને તેમાં વિજેતા થયેલ બાળકોની કેશોદ બી.આર.સી. ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકોએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિવિધ વિભાગોમાં પોતાનું પ્રતિભાઓ બતાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. કેશોદ બી.આર.સી. ભવન ખાતે યોજાયેલ સ્પર્ધાઓમાં ગીત સ્પર્ધામાં નાની ઘંસારીની ચાંડેરા રિયા, વકતૃત્વ સ્પર્ધામાં મેસવાણની ઘોડાસરા ઈશ્વરી, નૂત્ય સ્પર્ધામાં ઇન્દિરાનગરની ધમળ હિમાંસી અને ચિત્ર સ્પર્ધામાં ઇન્દિરાનગરની રાવલીયા રોશનીએ પ્રથમ નંબર મેળવી પોતાની શાળાનું નામ રોશન કર્યું હતું. આ બાળકો હવે જીલ્લા કક્ષાએ કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને પોતાની પ્રતિભાના કારને રાજ્ય કક્ષા સુધી પણ પહોંચી શકવાની તકો રહેલી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશોદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર નારણભાઈ ગલ અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!