વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દીકરી ઉપર થયેલ હુમલાને જૂનાગઢ બ્રહ્મ સમાજનાં અગ્રણીઓએ વખોડી કાઢી આવેદનપત્ર અપાયું

0

ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દિકરી ઉપર જે હિચકારો હુમલો થયો તેનાં અનુસંધાને દીકરીને રક્ષણ તેમજ ન્યાય મળે તે માટે તા.૨૩-૨-૨૨, બુધવારનાં રોજ બપોરે ૧૨ કલાકે કલેક્ટર, જૂનાગઢને આવેદનપત્ર આપવા માટે જિલ્લા અને શહેરના તમામ હોદેદ્દારો તેમજ બ્રહ્મ અગ્રણીઓ કલેક્ટર કચેરી ખાતે હાજર રહેલ હતા તેમજ આવેદનપત્ર પાઠવેલ હતું. તેમજ જૂનાગઢ સંસદ રાજેશભાઈ ચુડાસમાને રૂબરૂ મળી આવેદનની કોપી આપેલ હતી. આ તકે કે.ડી. પંડ્યા, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ જાેષી, શહેર પ્રમુખ રૂપલબેન લખલાણી, છેલભાઈ જાેશી, મુકેશભાઈ મેહતા, અધ્યાબેન મજમુદાર, શૈલેષ પંડ્યા, આશિષ રાવલ, રવિ ઠાકર, ચિરાગ જાેશી તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો હાજર રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!