દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ વિભાગના મરીન અધિકારીની મહત્વની જવાબદારી ડીવાયએસપી કેતન પારેખને સોંપાઈ

0

ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છેવાડાના મનાતા અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સેક્ટર વિભાગના અધીકારી તરીકે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ સન્માનિત ડીવાયએસપી કેતન પી. પારેખની નિમણૂક કરવામાં આવી છે. દેશમાં દરિયાકાંઠા મારફતે અસામાજિક તત્વો દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા ઘૂસી ન શકે તે માટે સરકાર દ્વારા દરિયાઈ વિસ્તારના મરીન પોલીસ મથકને મજબૂત વધુ મજબૂત બનાવવામાં આવેલ છે. જેમાં સ્થાનિક પોલીસને સાથે રાખી અને મરીન સેક્ટર પોલીસ અધિકારી દ્વારા સધન ચેકિંગ તથા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં સ્થિત જુદા જુદા મરીનના કમાન્ડો પોલીસ મથકની જવાબદારી મુળ જામનગરના વતની ડીવાયએસપી કેતન પારેખને સોંપવામાં આવતા તેઓએ તાજેતરમાં પોતાનો ચાર્જ સંભાળી લીધા બાદ તેની જવાબદારીના મુખ્ય સ્થળ એવા ઓખા મરીન વિસ્તાર સાથે જુદા-જુદા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. જેમાં ખાસ કરીને વિસ્તાર ખંભાળિયા તાલુકાના વાડીનાર તેમજ જામનગર જિલ્લામાં આવેલી રિલાયન્સ જેટી સહિતના હાલાર પંથકના જુદા-જુદા દરિયાકાંઠા વિસ્તારમાં તેમને સોંપવામાં આવેલી ફરજ સંદર્ભે જરૂરી વ્યવસ્થા તથા બંદોબસ્ત અંગેની કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયાઈ વિસ્તાર કે જ્યાંથી પાકિસ્તાનની સરહદ તથા દેશ તદન નજીક છે, અહીંના દરિયાઈ વિસ્તાર મારફતે ઘૂસણખોરી અટકાવવા તથા ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર અંકુશ રહે તે માટે પેટ્રોલિંગ અને બાજ નજર કેળવવા બે ઈન્સ્પેક્ટર, પાંચ પી.એસ.આઈ. ઉપરાંત ૭૫ કમાન્ડોના સ્ટાફ સાથે મરીન સેક્ટર વિભાગના અધિકારી પારેખ દ્વારા હાલના ૨૦૦ કિલોમીટરના વિસ્તારની મહત્વની જવાબદારી કુનેહપૂર્વક સંભાળવા માટે દેવભૂમિ દ્વારકા સાથે જામનગર જિલ્લા પોલીસ વડા તથા, કોસ્ટ ગાર્ડ નેવીના સંકલનમાં રહીને માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયા બાદ કાયમી અને સુવ્યવસ્થિત રીતે પ્રથમ વખત ભરાયેલી સેક્ટર ઇન્ચાર્જની આ જગ્યા સરકારના સંબંધિત વિભાગ દ્વારા મૂકવામાં આવેલા અધિકારી કેતન પારેખએ અગાઉ જુદાજુદા વિસ્તારોમાં અને ખાસ કરી તે રમતગમત ક્ષેત્રે નોંધપત્ર કામગીરી કરી છે. અનેકવિધ સિદ્ધિઓના શિખર સર કરી ચૂકેલા મદદનીશ પોલીસ કમિશશ્નર કેતન પી. પારેખે ફેબ્રુઆરી-૨૦૧૬ માં દિલ્હી ખાતે નેશનલ પોલીસ ગેમ્સમાં ૨ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત ક્યારેય ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શક્યું ન હતું, પરંતુ ટીમમાં કેતન પારેખ સાથે, તેઓએ ટીમ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, ઓપન ડબલ્સ અને ઓપન સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. કે.એમ.કે.માં આ જ સમયગાળામાં તેમને ૪૫ થી વધુ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. મદદનીશ પોલીસ કમિશ્નર પારેખ બહુમુખી પ્રતિભા ધરાવતા અધિકારી છે. તેમણે પોલીસની ફરજાે, રમતગમત, સાહસિક રમતો, હાઈકોર્ટની બાબતો વગેરે ક્ષેત્રે તેના વિભાગ(અને સ્પોર્ટ્‌સ બિરાદરી)ને ગૌરવ અપાવ્યું છે. તેની રમતગમતની સફળતા બદલ, તેમને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય નેતાઓ અને અમલદારોની બનેલી સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા માટે ૧૯૯૬ માં રમતગમત માટે અસાધારણ વ્યક્તિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૬-૨૦૧૫ દરમ્યાન તેમની સેવા દરમ્યાન તેમણે વધારાની પ્રવૃત્તિ તરીકે લોન ટેનિસના લગભગ ૯ સિંગલ્સ ટાઇટલ અને ૧૦ ડબલ્સ ટાઇટલ અને એક ફેમિલી ડબલ્સ ટાઇટલ જીત્યા છે. ૨૦૦૨માં ડી.વાય.એસ.પી. પારેખને રાજ્યના વીજળી બોર્ડમાં તકેદારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટેનિસ કોર્ટની બહાર તેમના યોગદાન, કુશળતા અને વર્તન માટે તેમને લોન ટેનીસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!