સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર તમાકુનું વાવેતર

0

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળાએ પોતાની જમીનમાં અઢી વિઘામાં કલકતી તમાકુનું વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો છે. હાલ કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો સમય હાલના સમયમાં ટેકનોલોજીનો યુગ છે ત્યારે પહેલાના સમય કરતા ખેતી કરતા ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે પહેલાના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે ખેડૂતો ખેતીમાં સારૂ ઉત્પાદન ન હતા કરી શકતા જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા ન હતા. જ્યારે આજના યુગમાં ખેતીમાં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખેતીમાં પણ ખૂબ આગળ વધ્યા છે તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી એક રાજ્યથી બીજા રાજ્યના ખેડૂતો એક બીજાના સંપર્કમાં આવતા થયા છે અને ખેતીમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે ત્યારે સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા મનુભાઈ વાળાએ કલકતી તમાકુનું વાવેતર કર્યું છે જેમાં મનુભાઈના જણાવ્યા મુજબ અઢી વિઘામાં તમાકુનું વાવેતર કર્યું છે જે ઘઉં, ચણા, ધાણાના પાકની સાથેજ વાવેતર થાય છે અને બેથી અઢી માહિનામાંજ પાક તૈયાર થઈ જાય છે અને વિઘે દવા, મજૂરી અને અન્ય ખર્ચ મળી અંદાજે વિઘે ૧૫ હજાર જેટલો ખર્ચ થાય છે અને વિઘે અંદાજે ૬૦ થી૭૦ હજાર સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે. આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુભાઈ વાળાએ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરી યુવા ખેડૂતોને પ્રેરણા આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!