કોડીનાર ભીમસેના-કોળી સેના દ્વારા ભરત સોસા વિરૂધ્ધ રાજકીય ષડ્યંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવાયું

0

કોડીનાર કોળી સેના અને ભીમસેના તેમજ ભીમ આર્મી અને સામાજીક કાર્યકરો દ્વારા રાજકોટમાં ભરતભાઇ સોસા ઉપર રાજકીય ષડયંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.વિવિધ સંગઠનો દ્વારા પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ કોડીનાર તાલુકાના દલીત સમાજના સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે મદદ કરનાર યુવા આગેવાન ભરતભાઈ સોસાને થોડા દિવસો પહેલા રાધે ક્રિષ્ના સોસાયટી રાજકોટના સવર્ણ જ્ઞાતિના લોકો દ્વારા દલિત પરિવારના મકાન પચાવી પાડવા તેમજ દલિત પરિવારોને મિલકતથી વંચિત રાખવા માટે છેલ્લા ૩ વર્ષથી શારીરિક તેમજ માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી તે સોસાયટીમાં અંદાજે દલિત સમાજના ૨૦ જેટલા પરિવાર રહે છે જેમાં રહેતા દલિત સમાજના પરિવારો સવર્ણ જ્ઞાતિના લોકો ને આંખમાં કણાની જેમ ખુચતા હોય જેથી યેનકેન પ્રકારે જાતિવાદ માનસિકતાથી સવર્ણ લોકો દ્વારા દલિત સમાજના મકાનો પચાવી પડવાના કારનામાં કરવામાં આવેલ છે . આ પહેલા પણ સામાજિક કાર્યકર ભરતભાઈ સોસા કે જેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે . તેમજ એમજી હોસ્ટેલના વિદ્યાર્થી ઓને ખોટા બદનામ કરી તેઓને પણ ખોટી રીતે કેસમાં ફસાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. દલિત સમાજના પરિવારને ખોટી રીતે રાજકીય અને પોલીસના માધ્યમથી દબાવવાની કોશિશ કરેલ છે.અને દરેક વ્યક્તિ દલિત સમાજના લોકોની સાથે મનફાવે તેમ મનમાની કરે છે.અને હાલમાં રાજકોટ મુકામે રાધે ક્રિષ્ના સોસાયટીના બનાવ બનેલ છે.જેમાં દલિત સમાજના પરિવારો ઉપર સવર્ણ જ્ઞાતિના લોકો દ્વારા ધોકા,પાઈપ વગેરે જેવા હથિયારો લઈને ખૂની હુમલો કરેલ છે જે પ્રથમ નજરે સ્થાનિક લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થયેલ છે અને આ સમગ્ર મામલામાં ભરતભાઈ સોસા સ્થળ ઉપર હાજર ન હોવા છતાં રાજકીય ષડયંત્ર હેઠળ તેમની ઉપર ખોટો ગુનો દાખલ થયેલ હોય જે રદ કરવા અને ભરતભાઈ સોસાને ન્યાય આપવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!