જૂનાગઢમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડી કરતી ઘાંટવડની નામચીન ગેંગના ૬ સાગરીતોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમ્યાન રેકી કરી બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કરનારી ગેંગ ઝડપાઈ છે. ગીર સોમનાથ જિલ્લાની કુખ્યાત ઘાંટવડ ગેંગના ૬ સાગરીતોને જૂનાગઢ એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી લઈ આગવી ઢબે પુછપરછ હાથ ઘરી હતી. જેમાં પકડાયેલ શખ્સોએ જૂનાગઢ જિલ્લામાં-૯, ગોડલમાં-૧ તથા અન્ય ૩૭ ઘરફોડ ચોરીની કબુલાત આપતા ૪૭ અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તો ઘરફોડમાં ચોરેલા સોનાના દાગીના કે જે જુદા-જુદા સોનીઓને વેંચેલા હોય તે રૂા.૪ લાખની કિંમતનું ૧૧૪.૧૧ ગ્રામ સોનું, ચાંદીના સાંકડા-૨ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.૪.૨૩ લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહ્યાનું સામે આવેલ હતું. જેને લઇ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ આરોપીઓને ઝડપી લેવા સુચના આપતા એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવાના નેતૃત્વમાં જુદી-જુદી ટીમોએે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન પીએસઆઇ એ.ડી. વાળાની ટીમને ખાનગી રાહે બાતમીદારો મારફત મળેલ કે, ગીર-સોમનાથ જિલ્લાની ઘાટવડ ગેંગના સાગરીતો જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે. આ ગેંગના અમુક સાગરીતો હાલ અમરેલી જિલ્લાના બગસરા ગામે છુપાયેલા છે. જે હકકીતના આધારે એલસીબીની ટીમએ બગસરા પહોંચી બગસરા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાછળ બાવળની કાંટમાંથી ૬ શખ્સો મળી આવતા તેઓની પ્રાથમીક પુછપરછ કરતા ગીર-સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે રહેતા હોવાનું જણાવેલ હતું. આ શખ્સોની માહિતી પોલીસ કોપ એપ્લીકેશનમાં તપાસ કરતા પકડાયેલ શખ્સો વિરૂધ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાની જાણ થઇ હતી. વધુમાં આ શખ્સો પૈકી આતિષ ઉર્ફે વિશાલ બહાદુર ઉર્ફે બદર છોટુભાઇ રાઠોડ મારવાડી તથા અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ મારવાડી બંને રહે. ઘાંટવડ જી.ગીર-સોમનાથ વાળાઓ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા. જયારે હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણ મારવાડી રહે. ઘાંટવડ વાળો ઉના પોલીસમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો હતો. જેથી આ છએય શખ્સોને જૂનાગઢ એલસીબી કચેરીએ લાવી આગવી ઢબે પુછપરછ કરતા જૂનાગઢ જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ કુલ-૯, ગોંડલમાં ૧ તથા અન્ય ૩૭ ચોરીઓ કરી હોવાની કબુલાત આપી હતી. આ શખ્સોએ અત્યાર સુધી ઘરફોડીના ગુનામાં ચોરી કરેલ સોના-ચાંદીનો મુદામાલ તેઓએ રાજકોટ, ચોટીલા તથા વેરાવળમાં અલગ અલગ સોનીઓને વહેચેલ હોવાનું જણાવેલ હતું. જેના આધારે તમામ મુદામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કુલ રૂા.૪ લાખની કિંમતનું ૧૧૪.૧૧ ગ્રામ સોનું, ચાંદીના સાંકડા-૨ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.૪.૨૩ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં ઘાટવડ ગેંગના આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ, કિશનસિંહ નવલસીહ છોટુભાઇ રાઠોડ, રાહુલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ, કવરસિંહ નવલસિંહ છોટુભાઇ રાઠોડ, અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ અને હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણ, તમામ રહે. ઘાંટવડ વાળાને પકડી પાડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!