Wednesday, March 29

ખંભાળિયામાં એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી

0

ખંભાળિયાના વોરા વાડ વિસ્તારમાં રહેતા અને અપરિણીત એવા નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા નામના આશરે ૫૨ વર્ષના લોહાણા આધેડ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની બીમારીઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. નીતિનભાઈ બુધવારે સાંજે તેમના એક મિત્ર પાસેથી નીકળીને ગયા બાદ પરત ન ફરતા તેમની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે ગઈકાલે ગુરૂવારે સાંજે અહીંના ઘી ડેમ વિસ્તારમાં નીતિનભાઈના મોબાઈલ, પર્સ વિગેરે પડ્યા હોવાની જાણ તેમના પરિવારજનોને થતાં આ અંગે અહીંના ફાયર બ્રિગેડ વિભાગ તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ફાયરના જવાનોએ ડેમમાંથી નિતીનભાઈ રાડિયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

error: Content is protected !!