જૂનાગઢ ડેપોથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ

0

મહાશિવરાત્રીનાં મેળાને લઈ જૂનાગઢ એસટી ડેપો ખાતેથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ વિભાગીય નિયામક જી.ઓ. શાહનાં  વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિભાગીય પરિવહન પિલ્લાઈકર, ડી.એમ. આઈ ચગી, ડેપો મેનેજર ચોૈધરી તથા ત્રણેય સંગઠનનાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ મેળા માટે પ૦ મીની બસ, ૧૧૪ કંડકટર, ૧ર૮ ડ્રાઈવર તથા અન્ય ૪૦ સ્ટાફ ર૪ કલાક ખડે પગે રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!