વિસાવદરનાં ચાંપરડા નજીક કારનું ટાયર ફાટતાં ર મહિલાનાં મોત, બેને ઈજા

0

મેંદરડાનાં દાત્રાણા-રામપરા ગામેથી વિસાવદરનાં કાલસારી ગામે સામાજિક પ્રસંગમાં જઈ રહેલી કાર નં. જીજે-૧૦-એપી-ર૬૯પનું ચાંપરડા ગામ નજીક ટાયર ફાટતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં સવિતાબેન વલ્લભભાઈ વઘાસિયા (રહે.રામપરા, ઉ.વ.૬૦) અને ભાવનાબેન મણિભાઈ કયાડા (રહે.જામકા, ઉ.વ.૪૮)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ પારસ વલ્લભભાઈ વઘાસીયા  (ઉ.વ.૩૨) અને પુરીબેન પ્રભુદાસભાઈ ક્યાડા (ઉ.વ.૪૨)ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બંનેને વિસાવદર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં વિસાવદર પોલીસે મણીલાલ વશરામભાઈ કયાડા(રહે.જામકા)ની ફરિયાદ આધારે કાર ચાલક પારસ વઘાસીયા વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર.ડી. ડામોરે આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!