શિવરાત્રી મેળામાં પોલીસની બાજ નજર રહેશે

0

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તળેટી ખાતે આજથી શિવરાત્રીનાં મેળાનાં શુભારંભ થયો છે. આ મેળા દરમ્યાન શાંતીપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ચૂસ્ત બંદોબસ્ત પોલીસનો ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં વડપણ હેઠળ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. ગઈકાલે લાલસ્વામીની જગ્યા ખાતે શરૂ થયેલ આપાગીગાનાં ઓટલા ચોટીલાનાં મહંત  શ્રી નરેન્દ્રબાપુનાં માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ અન્નક્ષેત્રમાં ભાવિકોને પ્રસાદની વ્યવસ્થા સાથે સેવા શરૂ થઈ છે. જૂનાગઢ શિવરાત્રી મેળામાં ફરજ બજાવનાર પોલીસ સ્ટાફને પ્રસાદ-ભોજન લેવડાવવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ ડયુટીની ફાળવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!