ગીર સોમનાથ જીલ્લામાં દિવસ દરમ્યાન રેઢા જાેવા મળતા બાઇકોની ચોરી કરતા ત્રણ રીઢા તસ્કરોને એલસીબીએ ઝડપી પાંચ ચોરેલ મોટર સાયકલો જપ્ત  કર્યા

0

દિવસ દરમ્યાન હરતા ફરતા રેઢી મોટર સાયકલોની ચોરી કરતા ત્રણ રીઢા ચોરોને ગીર સોમનાથ જીલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઇ પાંચ ચોરેલ મોટર સાયકલો સાથે પકડી પાડી અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલેલ છે. પકડાયેલા રીઢા ચોરો અયાઉ અમરેલી તથા જૂનાગઢ જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુનામાં પણ ઝડપાયેલા હોવાની પોલીસને માહિતી મળતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લામાં વધી રહેલા મોટર સાયકલ ચોરીની ઘટનાઓ અટકાવવા અને અગાઉ ચોરીના નોંધાયેલ અણઉકેલ ગુનાઓના આરોપીને સત્વરે ઝડપી લેવા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને એએસપી ઓમપ્રકાશ જાટે સુચના આપી હતી. જેને લઇ એલસીબીની ટીમ પેટ્રોલીંગ હાથ ધરી ચોરી કરનાર આરોપીઓની શોધખોળ કરી રહી હતી. દરમ્યાન એલસીબીની ટીમ કોડીનાર-સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી એ સમયે બાતમી મળેલ કે, ત્રણ શખ્સોને ચોરાઉ મોટર સાયકલ લઇ તાલુકાના કડવાસણ ગામથી કોડીનાર તરફ જઇ રહયા છે. જેના આધારે એલસીબીના નરેન્દ્ર  કછોટ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ, નરેન્દ્ર  પટાટ સહિતનાએ કોડીનાર જવાના રસ્તાએ ઉપર વોચ ગોઠવેલ હતી. એ સમયે એક ત્રિપલ સવાર મોટર સાયકલ પસાર થતા તેને શંકાના આધારે રોકાવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં (૧) રમેશ નાનજી પરમાર ઉ.વ.૨૪ રહે. પ્રશ્નાવડા, (૨) દિનેશ મનજી સોલંકી (ઉ.વ.૨૫), (૩) પરેશ સામત ધોળકીયા (ઉ.વ.૨૪) બંને રહે.કુબડા તા.ધારીવાળા હોવાનું જણાવતા તેઓ પાસેની મોટર સાયકલના આધાર પુરાવા માંગતા તે ન હોવાનું અને સંતોષકારક જવાબ આપતા ન હતા. જેથી ત્રણેયને કચેરી ખાતે લાવી આગવીઢબે પુછપરછ હાથ ધરતા તેઓ પાસેની મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપવાની સાથે અન્ય પાંચ મોટર સાયકલો ચોરી કરેલ હોવાનું જણાવેલ હતુ. જેથી તે પાંચેય મોટર સાયકલો તેઓ પાસેથી કબ્જે કરવામાં આવી હતી. આ પાંચેય મોટર સાયકલો અંગે પોકેટ કોપ તથા ઇ-ગુજકોપમાં તપાસ કરતા કોડીનારમાંથી-૨, સુત્રાપાડામાંથી- ૧, પ્રાંચીના ખાંભા રોડ ઉપરથી -૧, ઉનાના કેસરીયા ગામેથી- ૧ મળી કુલ ૫ મોટર સાયકલો ચોરી કરી હોવાનું પોલીસને જાણવા મળેલ હતુ.

error: Content is protected !!