મહા શિવરાત્રી મેળાને લઇ જૂનાગઢ એસટી દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવૈયાએ જણાવ્યું હતું કે, મેળાનો પ્રારંભ થતા શુક્રવારથી બસ સ્ટેશન ખાતેથી એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. બસ સ્ટેશને શણગારેલી બસ નીચે શ્રીફળ વધેરી મુસાફરોનું સ્વાગત-સન્માન સાથે બસ સેવા શરૂ કરાઇ છે. એસટીની મિનીબસમાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીનું ભાડું રૂપિયા ૨૦ લેવાશે. એસટી દ્વારા ૩૫૦થી વધુ બસ તેમજ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી ૫૦ મિનીબસનું સંચાલન કરાશે. આ માટે ૧૧૪ કંડકટર, ૧૨૮ ડ્રાઇવર તેમજ અન્ય ૪૦ કર્મીઓ સેવા બજાવશે. આ તકે એસટીના અધિકારી, કર્મચારી, યુનિયનના સભ્યોની ઉપસ્થિતી રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews