ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં એકાદ માસથી બાંધકામમાં ઉપયોગ થતી સેન્ટીંગની લોખંડની પ્લેટો ચોરીના કિસ્સા વધ્યા હોવા અંગે રજુઆતોના આધારે એલસીબીએ ચાર શખ્સોને ચોરી કરેલ પોણા ત્રણ લાખની કિંમતની ૨૭૦ જેટલી લોખંડીની પ્લેટો સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સો પાસેથી ચોરેલ તમામ પ્લેટો ઉપરાંત ગુનાને અંજામ આપવામાં ઉપયોગ કરતી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. પકડાયેલા તસ્કરો દિવસ દરમ્યાન રેકી કરી જયાં બાંધકામ ચાલી રહયુ હોય તે નકકી કરી રાત્રીના ત્યાં જઇ સેન્ટીંગની લોખંડની પ્લેટો ચોરી કરતા હોવાનું પોલીસને જાણવા મળેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહેલ બાંધકામના સ્થળો ઉપરથી કિંમતી લોખંડની પ્લેટોની ચોરી થતી હોવાની ફરીયાદો પોલીસ સુધી પહોંચી હતી. જે અનુસંધાને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઇ વી.યુ. સોલંકી, પીએસઆઇ કે.જે. ચૌહાણ સહિતના સ્ટાફે વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત લગાવેલા સીસીટીવી ફુટેજાે ખંગાળવાનું શરૂ કરતા તેમાં અમુક શંકાસ્પદ પ્રવૃતિ જાેવા મળી હતી. જેથી શંકમદોથી શોધખોળ કરી રહેલ દરમ્યાન એલસીબીના અજીતસિંહ પરમાર, નરેન્દ્ર પટાટને મળેલ બાતમીના આધારે સોમનાથ બાયપાસ પાસે ગુડલક સર્કલ પાસે વોચમાં હતા. ત્યારે ચાર મુસાફરો બેસેલ એક ઓટો રીક્ષા શંકાસ્પદ સ્થિતિમાં પસાર થઇ રહેલ જેને રોકાવી તેમાં તપાસ કરતા અમુક બાંધકામમાં સેન્ટીંગના કામમાં ઉપયોગ લેવાતી લોખંડની પ્લેટો મળતા તે અંગે ચારેય શખ્સોની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. ચારેય શખ્સો (૧) શાકીર હારૂનભાઇ મલંગ (ઉ.વ.૨૧) રહે. કીરમાની કોલોની (૨) અસ્ફાક અનવરભાઇ મલેક (ઉ.વ.૨૨) રહે.શાહીન કોલોની (૩) સુફીયાન હારૂનભાઇ મલંગ (ઉ.વ.૨૦) રહે.મલંગ શેરી (૪) ઇકબાલ મહેબુબ ખુજજાદા (ઉ.વ.૨૦) રહે. ગાજીશેરી વેરાવળવાળાએ પુછપરછમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, સોમનાથ અને તાલાળા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા બાંધકામના સ્થળોએથી રાત્રીના સમયે લોખંડની પ્લેટોની ચોરી કરતા હતા. છેલ્લા છએક માસની અંદર કુલ ૨૭૦ લોખંડની પ્લેટો કિં. રૂા.૨.૭૦ લાખની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી ચોરી કરેલ તમામ ૨૭૦ પ્લેટો પોલીસે કબ્જે કરી હતી. આ ચારેય શખ્સો દિવસ દરમ્યાન હરીફરીને બાંધકામના સ્થળોની રેકી કરી નકકી કરી લેતા બાદમાં રાત્રીના સમયે નકકી કરેલા સ્થળોએ જઇ લોખંડની પ્લેટો ચોરી કરતા હોવાની એમ.ઓ. ધરાવતા હોવાનું એલસીબી સુત્રોએ જણાવેલ છે. આ ચોરીનો પર્દાફાશ કરવામાં એલસીબીના રામદેવસિંહ જાડેજા, નરેન્દ્ર કછોટ, લતાબેન પરમાર, મેરામણ શામળા, ભુપેન્દ્રસિંહ ચાવડા, ભાવેશ મોરી સહિતનાએ ફરજ બજાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews