સોમનાથમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ : ૩૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે

0

ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતેના સ્વામી નારાયણ ગુરૂકુળમાં જિલ્લાકક્ષાના કલામહાકુંભનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનાર આ કલા મહાકુંભમાં કલા, સાહિત્ય, અને સંસ્કૃતિ વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓમાં ૩૦૦૦ જેટલા યુવાઓ પોતાની કલાના ઓજસ પાથરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાએ કલા મહાકુંભનો શુભારંભ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે  કલા મહાકુંભ જેવા પ્રકલ્પથી રાજ્યના યુવાનોની આતંરિત શક્તિનો બહાર લાવવાનુ સશક્ત મંચ ઉપલબ્ધ કરાવ્યું છે. આ કલા મહાકુંભ છેક તાલુકાકક્ષાએથી એટલે કે, ગ્રામ્યકક્ષાએથી આવતા યુવાનો-બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે તક પુરી પાડે છે. આમ, આ કલા મહાકુંભથી આપણી કલા, વારસો અને સંસ્કૃતિનું જતન પણ થઈ રહ્યું છે. સાથે આ કલા મહાકુંભ યુવાનો-બાળકોને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેમાં ખૂબ સહાયરૂપ નિવડે છે. આ સાથે તેમણે પોતાના અનુભવો જણાવી યુવાનોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ જિલ્લાકક્ષા કલામહાકુંભમાં પ્રથમ દિવસે દુહા-છંદ, લોકવાર્તા, ગઝલ શાયરી, કાવ્ય લેખન, સ્કૂલ બેન્ડ, કથ્થક, ઓરગન અને સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યોજાશે. જેમા તાલુકાકક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આમ, આ જિલ્લાકક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રદેશકક્ષાએ ભાગ લેવાની તક મળશે. આ પ્રસંગે શાબ્દિક સ્વાગતની સાથે કાર્યક્રમ રૂપરેખા જિલ્લા યુવા વિકાસ અધિકારી  મકવાણાએ આપી હતી. આ પ્રસંગે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.એસ. વાજા, સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ભક્તિકિશોર દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!