ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા જવાહરભાઈ ચાવડાના સૌજન્યથી ફ્રી નિદાન કેમ્પ યોજાયા

0

ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ સંકલ્પના અનુસંધાને તા.૨૦ થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમ્યાન શાપુર, નાકરા, લીંબુડા અને ચિરોડા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં નિદાનની સાથે સારવાર અને જરૂરી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં જનરલ વિભાગ, સ્ત્રી રોગ, બાળરોગ અને સર્જરી વિભાગમાં નીદાન અને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો ૧૧૦૦થી વધુ દર્દીઓએ સારવાર અને ફ્રી દવાઓનો લાભ લીધો હતો. જવાહરભાઈ ચાવડાએ આ કેમ્પમાં અંગત રીતે મુલાકાત લઈને લાભાર્થીઓના સ્વાસ્થ્ય અંગે વ્યક્તિગત જાણકારી મેળવી હતી અને વધારેમાં વધારે લોકો આ પ્રકારના કેમ્પનો લાભ લે તેવી અપીલ કરી હતી. આ કેમ્પમાંના લાભાર્થી દર્દીઓ સારવાર બાદ ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ ખાતે વધારે ઘનિષ્ઠ સારવાર અને સેવાઓનો લાભ લઇ રહ્યા છે. સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ આ કેમ્પની સફળતા બદલ ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બિરદાવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!