એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી

0

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા અને ૨૦૧૮ના એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ પદક મેળવનાર સરિતા ગાયકવાડે ગીર સોમનાથ જિલ્લાની મુલાકત લીધી હતી. સરિતા ગાયકવાડે કાડીનાર ખાતેની સોમનાથ એકેડમી અને સ્પોર્ટસ કોલેજ, વોલીબોલના ખેલાડીઓના હબ તરીકે જાણીતા સરખડી ગામ અને રમતગમત સાથે જાેડાયેલી સંસ્થાઓની મુલાકાત લઈ, રમતવીરોને માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સરિતા ગાયકવાડે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સરિતા ગાયકવાડે ૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ પદક મેળવ્યાનો આનંદ પણ વ્યક્ત જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે લોકોની સ્થગિતતા અનુભવી રહ્યા છે. તેમજ મોબાઈલ વધુ પ્રમાણમાં ઉપયોગ તરફ વળ્યા છે. ત્યારે આ સંજાેગોમાં ઉત્સાહપૂર્વક રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં ભાગ લેવો જાેઈએ. આમ, સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બની ખૂબ મોટા પ્રમાણમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે સરિતા ગાયકવાડે ગીર સોમનાથ જિલ્લાના ઉભરતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી. સરિતા ગાયકવાડે જણાવ્યું કે, ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે રાજ્યના યુવાનો આગળ આવે તે માટે ૨૦૧૦માં શરૂ કરેલા ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લઈ વિશ્વ ફલક પહોંચી શકી છું. આ ખેલ મહાકુંભ છેવાડાના-ગ્રામ્યકક્ષાના યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે તક આપવાની સાથે પ્રોત્સાહન પણ પુરૂ પાડે છે. ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતનો વિકાસ થાય તે દિશામાં જહેમત ઉઠાવી રહેલા ગીર-સોમનાથ જિલ્લાના સિનીયર કોચ કાનજી ભાલીયા સરિતા ગાયકવાડની આ મુલાકાતો દરમ્યાન સાથે રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!