મહાશિવરાત્રીના દિવસે સાંજ સુધીમાં અડધો લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

0

ગઈકાલે સવારે મહાદેવને પારંપરિક પદ્યનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી અને સવારે ચાર કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરેલ હતું. ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા યોજાયેલ, મહાદેવ સ્વયં જ્યારે નગરચર્યા એ નિકળ્યા હોય ત્યારે માર્ગમાં ભક્તો પૂષ્પોથી સ્વાગત સાથે હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ કરી રહ્યા હતા. ધ્વજાપુજા અને પાલખી પૂજનમાં ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી, રાજકોટના મહારાજા (પૂર્વ રાજવી પરીવારના) માંધાતાસિંહ તથા પરિવાર ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે રાજવી પરીવારનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. ગઈકાલે મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વારા વ્હેલી સવારે ચાર વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઇનમાં શિવભકતોનો સમુહ જાેવા મળતો હતો. મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંધવા કોરોનાની ગાઇડલાઇનના પાલન કરતા સવારના ભાગમાં શિવ ભકતોનું ઘોડાપુર ઉમટી પડેલ નજરે પડતું હતું, જયારે બપોરના સમયે ભીડ ઓછી થયા બાદ સાંજે ફરી સામાન્ય ભીડ જાેવા મળતી હતી. સોમનાથ સાંનિઘ્યે વ્હેલી સવારથી ઉમટેલા શિવ ભકતોના હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરીસરમાં શિવમય વાતાવરણ જાેવા મળતું હતું. સોમનાથ મંદિર હોય કે પરીસર જયાં જુઓ ત્યાં ભાવિકો શિવભકિતમાં મગ્ન હોય તેવો નજારો જાેવા મળતો હતો. ગઈકાલે સવારથી સાંજે છ વાગ્યા સુધીમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ મહાદેવને મહાશિવરાત્રી પર્વે નિમિતે ગઈકાલે પુષ્પનો શ્રુંગાર કરવામાં આવેલ જેમાં ૧૫૧ કિલો જેટલા વિવિધ પુષ્પોનો પુષ્પ શ્રુંગાર કરવામાં આવેલ હતો જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રિ પર્વે મહાદેવને ધ્વજાપૂજા -૪૪ અને તત્કાલ મહાપૂજા-૧૬ ભક્તો દ્વારા નોંધાવવામાં આવેલ હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે સાંજના છ વાગ્યા સુધીમાં અંદાજીત ૫૦ હજાર જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધેલ હતો. કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરે આવતા ભાવિકો માસ્ક પહેરીને મંદિરે આવતા જાેવા મળતા હતા અને શાંતિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહયા હતા. સોમનાથ મંદિરે આવતા દરેક ભકતજનો કોરોનાની ગાઇડલાઇન મુજબ શાંતિપૂર્વક દર્શન કરી શકે અને કોઇપણ ભાવિકને દર્શન માટે અસુવિધા ન થાય તે માટે ટ્રસ્ટ, વહીવટી અને પોલીસ તંત્રે કરેલ સુસજજ વ્યવસ્થાને દુર દુરથી આવતા ભાવિકો બિરદાવી આવકારી રહયા હતા.
હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરીસરમાં પાલખીયાત્રા નિકળી
મંદિરના નૃત્યમંડપમાં ગઈકાલે સવારે નવ વાગ્યે સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે પાલીખાયાત્રાનું પ્રથમ પૂજન થયેલ ત્યારબાદ શિવજીના મુંખારવિંદ સાથેની પાલખીયાત્રા મંદિર પરીસરમાં અડધો કલાક સુધી ફરી હતી. જેમાં આસ્થાભેર હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં શિવ ભકતો જાેડાયા હતા. પાલીખીયાત્રા રૂપે ભગવાન સોમનાથ મહાદેવ નગરચર્યાએ નિકળતા હોવાનું ધાર્મીક રીતે મહત્વ હોવાથી દર વર્ષે પાલીખીયાત્રાનું શિવભકતોમાં અનેરૂ આકર્ષણ રહે છે. પાલખીયાત્રાના દર્શનનો લ્હાવો લેવા અનેક શિવભકતો વ્હેલી સવારથી મંદિર પરીસરમાં આતુરતાપૂર્વક રાહ જાેતા હોય છે અને પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવતા જાેવા મળે છે.
શિવરાત્રી અને પાલખીયાત્રાનું મહત્વ
ગઈકાલે શિવરાત્રીના દિને ભગવાન શિવના વિવાહ થયેલ હોવાથી આ દિવસને ઉત્સવ તરીકે ઉજવણી થઇ રહેલ છે. જેથી આ મહાપર્વ કહેવાય છે. ચાર રાત્રીનું મહત્વ છે. જેમાં ગઈકાલે મહાશિવરાત્રી કહેવાય છે એટલા માટે ગઈકાલની રાત્રીનું બહુ મોટું મહત્વ છે. ગઈકાલે સોમનાથ જયોતિર્લીંગના સાંનિઘ્યમાં પ્રારંભથી પુર્ણાહુતિ સુધીમાં પ્રથમ મહાદેવને ધ્વજાપૂજન થાય છે. ત્યારબાદ પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્ચાએ નિકળે છે. મહાદેવની વિશેષ ચાર પ્રહરની મહાપૂજાઓ થાય છે. ગઈકાલે મહાશિવરાત્રીને લઇ સોમનાથ મહાદેવને ખાસ વિશેષ શણગાર કરવામાં આવે છે. જેમાં વરરાજાને તૈયાર કરવામાં આવે તેવી જ રીતે ગઈકાલે દિવસ દરમ્યાન ભગવાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, કમળો, માળાઓ અને જુદી-જુદી પાઘડીઓથી વિશેષ અલૌકિક શણગારોથી તૈયાર કરવામાં આવે છે. જયારે વિવાહ થતા હોય ત્યારે વરઘોડો નિકળતો હોય તેમ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પાલખીયાત્રા રૂપે નગરની અંદર નગરચર્યાએ નિકળતા હોવાનું ધાર્મીક રીતે મહત્વ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!