પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ પ્રસિદ્ધિ અપાવી છે, જ્યાં કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાએ ઈશ્વર સાધના દ્વારા પોતાની વાણી દ્વારા અનેક ચમત્કારો સર્જયા એ જૂનાગઢની પવિત્ર ધરતી ઉપર ગીરનાર દરવાજાથી આગળ ગીરનાર રોડ ઉપર ગાયત્રી મંદિરની સામે સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની રામવાડી – ૧ આવેલી છે, આ પવિત્ર ધર્મસ્થાન-જગ્યા ઉપર પૂજ્ય પ્રાગદાસબાપા ગોદડીયાએ ભજન અને ભોજનની અલેખ જગાવેલી છે. આ રામવાડી-૧માં દર્શનીય શિવાલય છે, જેમાં ગીરનારની પવિત્ર ભૂમિ ઉપર માત્ર એક શિવલિંગ છે, જેનું વજન ૪૫ કિલો છે, આ શિવલિંગ અદભુત અને ચમત્કારીક ગણાય છે, કહેવાય છે કે પારો આમતો એક પ્રવાહી છે, પણ તેને રાસાયણિક ક્રીયા દ્વારા ઘટ અને કઠણ બનાવવામાં આવે છે. શસ્ત્રોના મત પ્રમાણે ભગવાન શિવજી દ્વારા જ આ પદાર્થનું નિર્માણ થયું છે, જે ઉત્તમ પવિત્ર અને દર્શનીય છે, ભાવિકોએ, ભક્તોએ, શિવપરંપરાના અનુયાયીઓએ આ અદભુત અને પવિત્ર શિવલિંગના દર્શન કરવા એ જીવનનો ઉત્તમ લ્હાવો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews