ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે  સંતોનું મૃગી કુંડમાં શાહી સ્નાન, ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળો સંપન્ન

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રીનાં મહામેળાનાં અંતિમ દિવસે ગઈકાલે સવારથી જ ભારે ટ્રાફીક રહયો હતો. દૂર દૂરથી ભાવિકો શિવરાત્રીના પાવનકારી પર્વે સંતોનાં દિવ્ય દર્શન માટે પધાર્યા હતા અને તમામ રસ્તાઓ જાણે ભવનાથ તરફ જ જતા હોય તેવું લાગતું હતું. માનવ મહેરામણનો સાગર છલકાઈ ગયો હોય તેવી સ્થિતિ હતી. ભવનાથ ક્ષેત્રમાં ઠેરઠેર થી હરભોલે .. જય ભોલેનાં નાદથી તિર્થક્ષેત્ર ગુંજી ઉઠયું હતું. એક તકે તો તકેદારીનાં પગલા માટે ભારે મહેનત ઉઠાવવી પડી હતી તેમ છતાં જીલ્લા પ્રશાસન તંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાને પગલે રાહત રહી હતી. દરમ્યાન ગઈકાલે નિર્ધારીત સમયે વિવિધ અખડાઓનાં સંતોની આગેવાની હેઠળ દિગંબર સાધુઓનું રવેડી સરઘસ નિકળ્યું હતું અને આ સરઘસને નિહાળવા પડાપડી થઈ હતી. વાજતે-ગાજતે નીકળેલા આ રવેડી સરઘસમાં દિગંબર સંતોએ હેરત અંગેજ અંગ કસરતનાં લાઠીના દાવો, તલવારબાજીનાં કરતબો બતાડી ઉપસ્થિત સંત સમુદાયને દિગ્મુઢ કરી દીધો હતો. વાજતે – ગાજતે નીકળેલું આ રવેડી સરઘસ નિર્ધારીત રૂટ ઉપર ફર્યુ હતું જયાં ભાવિકોએ દર્શનનો લાગ લીધો હતો. મહા શિવરાત્રી મેળાના અંતિમ દિવસે સાધુ- સંતોની રવેડી જાેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. રવેડી બાદ શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થતા ભાવિકો રાત્રિના જ પરત ફરવા લાગ્યા હતા. દરમ્યાન ગત ૨૫ ફેબ્રુઆરી મહાવદ નોમથી મહા શિવરાત્રીના ૫ાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો હતો. કોરોનાના કારણે ૨ વર્ષ બાદ મેળો યોજાયો હોય ૫ાંચ દિવસમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ મેળાની મોજ માણી હતી. દરમ્યાન મહાવદ તેરસ- મહા શિવરાત્રીના રાત્રિના સાધુ-સંતોની રવેડી નિકળતી હોય છે જે આ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. ત્યારે રવેડી રૂટ ઉપર મહાનગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રીના જૂના અખાડા ખાતેથી મહંત હરિગીરીજી મહારાજની અધ્યક્ષતામાં દત્ત ભગવાનની પાલખી સાથે રવેડી નિકળી હતી જેને જાેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. રવેડીમાં જૂના અખાડા, પંચ અગ્નિ અખાડા, આહ્વાન અખાડા, અટલ અખાડા, નિર્માણ અખાડા, નિરંજન અખાડા, ઉદાસીન અખાડાના મહામંડલેશ્વરો, સાઘુ-સંતો, દિગંબરો જાેડાયા હતા. રવેડીના રૂટ ઉપર હેરત અંગેજ કસરતના દાવ, લાઠી દાવ, તલવાર બાજી વગેરે રજૂ થયા હતા જેને જાેઇ ભાવિકો ધન્ય બન્યા હતા.  ગઈકાલે શિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, મહાનગરપાલિકાનાં મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા સહિતનાં પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. વધુમાં ગઈકાલે યોજાયેલ રવેડી સરઘસ નિયત રૂટ ઉપર ફરી ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા બાદ તમામ સાઘુ-સંતોએ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું અને બાદમાં ભવનાથ મહાદેવની પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા. શાહી સ્નાન સાથે મહા શિવરાત્રી મેળાની પૂર્ણાહૂતિ થતા રાત્રીના જ ભાવિકો પોત પોતાના વતન જવા માટે રવાના થયા હતા.આમ, ભવનાથ વિસ્તાર ધીમેધીમે ખાલી થઇ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મેળો પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ વર્ષે શિવરાત્રીનાં મેળામાં અંદાજે ૧૦ થી ૧૧ લાખ ભાવિકોએ આ મેળાનો લાભ લીધો હતો.  શિવરાત્રીનાં મહા મેળામાં ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે એક તરફ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન તેમજ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ કલોક વિવિધ પોલીસ ટીમોનો ચુસ્ત બંદોબસ્ત રહયો હતો. શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!