ખંભાળિયામાં મધરાત્રે બેકાબુ બનેલી કારનો અકસ્માત : પાંચ ઘવાયા

0

ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણ અંગેની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ફૈઝલ દોસ્મામાદ દોસાણી નામના ૨૫ વર્ષના યુવાન ગઈકાલે રાત્રે આશરે પોણા વાગ્યે અહીંના રેલવે સ્ટેશન રોડ ઉપરથી નગર ગેઈટ વિસ્તારમાં તેમની જીજે-૧૦-એપી-૦૬૩૨ નંબરની સ્વીફ્ટ મોટરકારમાં આવી રહ્યા હતા, ત્યારે આ મોટરકાર કોઇ કારણોસર બેકાબૂ બની જતા નગર ગેઈટ વિસ્તારમાં કેટલાક ઓટલાઓ તથા ગ્રીલ સાથે ટકરાયા બાદ આ કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલક ફૈઝલ તથા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ફૈઝલ સામે આઈ.પી.સી. કલમ ૨૭૯ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મધ્ય ચોકમાં મધ્ય રાત્રિએ કાર બેકાબુ થઇને પલટી જતાં તેના સ્પેરપાર્ટ જુદા-જુદા ભાગોમાં વિખેરાઈ ગયા હતા અને ક્રેનની મદદ વડે આ મોટરકારને એક તરફ ખસેડીને રાખવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!