જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ‘ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ તેમજ માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે યોજાયેલી મુટકોર્ટ સ્પર્ધામાં કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રેકટીકલ નોલેજ માટેની સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની તાર્કિક દલીલો રજુ કરી હતી. સ્પર્ધામાં ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશભાઈ વેકરીયા, કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ.પી. ત્રાડા, નિવૃત ડિસ્ટ્રીકટ જજ એસ.એ. શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુટકોર્ટ સ્પર્ધાની શરૂઆત વિદ્યાર્થીઓને ભારતીય બંધારણના ‘આમુખ’ના વાંચનથી કરવામાં આવી હતી. કાયદાના અભ્યાસમાં અતિ જરૂરી પ્રેકટીકલ નોલેજ માટેની યોજાયેલી સ્પર્ધામાં કોલેજ દ્વારા કૃત્રીમ કોર્ટ ઉભી કરવામાં આવી હતી. જેમાં ભાગ લેનારી ૧૦ ટીમોએ જુદા જુદા વિષયો ઉપર કેસ તૈયાર કર્યા હતા. ટીમો દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦ર, ૩૦૪, ૩૭૯, ૩૮૦, ૩૦૬ને લગતા કેસ તૈયાર કરી રજુ કરવામાં આવ્યા હતા. તેમજ ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૧રપ અન્વયે ભરણપોષણનો કેસ તથા જીએસટીને લગતા કેસ અને દિવાની કાર્યરીતી સંહિતા મુજબના મનાઈ હુકમ તેમજ રેવન્યુ કેસો રજુ કરવામાં આવ્યા હતા. કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રેકટીકલ નોલેજ માટેની મુટકોર્ટ સ્પર્ધામાં ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગુજરાતી ‘મુટ કોર્ટ સ્પર્ધા’ જૂનાગઢ લો કોલેજમાં યોજાઈ ૧૦ ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ધારાશાસ્ત્રી બનવા માટે જરૂરી ‘સરતપાસ-ઉલટતપાસ-તાર્કિક દલીલો’ રજુ કરતાં નિર્ણાયક પેનલ પ્રભાવિત સૌરાષ્ટ્રમાં આયોજિત પ્રથમ ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધાનું પરિણામ ટીમો દ્વારા રજુ કરવામાં આવેલા તથ્યો, કેસની હકિકતની રજૂઆતની શૈલી, તાર્કિક દલીલ, સરતપાસ, ઉલટતપાસ ઉપરથી આપવામાં આવ્યો હતું. પ્રથમ ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિવૃત જજ એસ.એ. શેખ, પ્રિન્સીપાલ ડો. પરવેઝ બ્લોચ, ડો. એન.જી. મહેતા, ડો. કલ્પનાબેન રાઠોડ, મુલાકાતી વ્યાખ્યાતા તેજશ પરમાર, કુ. મયુરીબેન ગોંધીયાની પેનલે સેવા બજાવી હતી. મુટકોર્ટનું પરિણામ પેનલ રીઝલ્ટ તેમજ ઓનલાઈન વોટીંગના માધ્યમથી આવેલા સર્વે ઉપરથી આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબર ભાવેશ વાઘવાણીની ટીમને આપવામાં આવ્યો હતો. દ્વિતીય ક્રમાંકે સિરાજ રઈશની ટીમ તેમજ તૃતીય નંબરે જીત મંઘાણીની ટીમ રહી હતી. પ્રથમ ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધાને સફળ બનાવવા પ્રિન્સીપાલ ડો. પરવેઝ એમ. બ્લોચ સહિતના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews