ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો પુર્ણ કરી સતાધાર ધામ આપાગીગાની જગ્યાએ દર્શન કરતા મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ

0

જૂનાગઢ ખાતે આપા ગીગાનો ઓટોલોના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભાવિકો માટે જાહેર અન્નક્ષેત્ર ખૂલ્લું મુકવામાં આવ્યું હતું અને જૂનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. ત્યારે મેળો પૂર્ણ કરી શ્રી સતાધાર ધામ આપાગીગાની જગ્યાનાં દર્શન કર્યા હતાં. શ્રી સતાધાર ધામ આપાગીગાની જગ્યાનાં મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા હાર પહેરાવી, શાલ ઓઢાડીને મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુનું સન્માન કર્યું હતું. સતાધાર ધામ સદગુરૂ જીવરાજબાપુને ધૂપ કરીને પૂજન કરવામાં આવેલ હતું. જૂનાગઢ ભવનાથ ખાતે સંપૂર્ણ પણે સેવાના ભાવ સાથે નિઃશુલ્ક જાહેર અન્નક્ષેત્રનું મહંત નરેન્દ્રબાપુ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!